News of Wednesday, 25th November 2026
હૃદયને રોક્યા વિના બે ભારતીય સર્જ્નોએ કરી હાર્ટ બાયપાસ સર્જરી : અશક્યને શક્ય કરી બતાવ્યું
આ વિશ્વની પ્રથમ એવી TECAB પ્રક્રિયા હતી જેમાં બે કન્સોલ અને પાંચ આર્મ ધરાવતા રોબોનો ઉપયોગ કરીને ધબકતા હૃદય પર સર્જરી કરવામાં આવી હતી

ગુરુગ્રામ તા.૨૫: ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં બે ભારતીય સર્જ્નોએ હૃદયને રોક્યા વિના હાર્ટ બાયપાસ સર્જરી કરી હતી. મેદાન્તા હોસ્પિટલમાં ડો. નીતિન કુમાર રાજપૂત અને ડો. લલિત મલિકે બે અલગ-અલગ સર્જ્યન કન્સોલ દ્વારા નિયંત્રિત પાંચ રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરીને એક જટિલ હાર્ટ બાયપાસ સર્જરી સફળતાપૂર્વક કરી હતી. દરદીના સ્વાસ્થ્યમાં સુધારો પ્રોત્સાહક રહ્યો છે. ભારતીય તબીબી આવિષ્કાર અને મિનિમલી ઇન્વેસિવ એટલે કે ઓછા ચીરાવાળી હાર્ટ-સર્જરીના ભવિષ્ય માટે આ એક નોંધપાત્ર પ્રગતિ છે. ટોટલી એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાયપાસ (TECAB) નામની આ પ્રક્રિયા પરંપરાગત મોટા છાતીના ચીરા કે હૃદયને બંધ કર્યા વિના નાના ચીરા કરીને કરવામાં આવી હતી. હ્રદય સતત ધબકતું હોય ત્યારે એક વિશિષ્ટ સ્ટેબિલાઇઝર ઑપરેશન કરી રહેલા વિસ્તારને સ્થિર રાખે છે. હાર્ટ-લંગ મશીનની જરૂર નહોતી. આ વિશ્વની પ્રથમ એવી TECAB પ્રક્રિયા હતી જેમાં બે કન્સોલ અને પાંચ આર્મ ધરાવતા રોબોનો ઉપયોગ કરીને ધબકતા હૃદય પર સર્જરી કરવામાં આવી હતી.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
