<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ઈરાનમાં એક જ દિવસે મહિલાઓનાં બે રૂપ જોવા મળ્‍યાં

એક તરફ ‘ઈરાન માટે બલિદાન' રેલીમાં AK-47 સાથે હજારો મહિલાઓ તેહરાનની સડકો પર ઊતરી આવી, બીજી તરફ માથા પર હિજાબ પહેર્યા વગર મહિલાઓએ ૧૦ કિલોમીટરની રેસમાં ભાગ લઈને શાસનને પડકાર્યું

તેહરાન તા.૨૧: અમેરિકા અને ઇઝરાયલ સાથે ગત ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે ઈરાન સરકાર દ્વારા આયોજિત ‘જાનફદા' એટલે કે ‘ઈરાન માટે બલિદાન' રેલીમાં શુક્રવારે તેહરાનમાં લાખો લોકો જોડાયા હતા. આ રેલીમાં હિજાબ પહેરેલી અને હાથમાં ખ્‍ધ્‍-૪૭ રાઇફલો ધરાવતી ઈરાની મહિલાઓ તેહરાનના રસ્‍તાઓ પર ઊતરી આવી હતી. રેલીમાં ભાગ લેનારાઓએ ઈરાની ધ્‍વજ લહેરાવ્‍યા હતા અને અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યો હતો.

બીજી તરફ તેહરાનમાં જ કેટલીક ઈરાની મહિલાઓએ માથા પર હિજાબ પહેર્યા વિના ૧૦ કિલોમીટરની રેસમાં ભાગ લીધો હતો; આ ઘટનાએ સૌનું ધ્‍યાન ખેંચ્‍યું છે, કારણ કે દેશમાં હિજાબના ફરજિયાત નિયમો હજુ પણ અમલમાં છે. વેલાયત પાર્કમાં શુક્રવારે યોજાયેલી આ રેસ દરમિયાન અનેક સ્‍પર્ધકો ખુલ્‍લા વાળ સાથે જોવા મળ્‍યા હતા; અહીં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

(10:20 AM IST)