<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ટીવીકેના રિક્ષા ચાલક ઉમેદવાર તમિલનાડુના જાયન્‍ટ કીલરઃ વિજય ધામુએ AIADMK ના દિગ્‍ગજ નેતા અને ૫ વખત ધારાસભ્‍ય રહેલ ડી. જયકુમારને હરાવ્‍યા

ચેન્નતઇઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. વ્‍યવસાયે રિક્ષાચાલક એવા કે. વિજય ધામુએ રોયપુરમ બેઠક પરથી શાનદાર જીત મેળવીને ઈતિહાસ રચી દીધો છે.

અભિનેતા વિજયની નવરચિત પાર્ટી ‘તમિલગા વેત્રિ કઝગમ' (TVK) તરફથી ચૂંટણી લડતા ધામુએ રાજ્‍યના બે શક્‍તિશાળી નેતાઓને મ્‍હાત આપી છે.

વિજય ધામુને કુલ ૫૫,૦૦૦ થી વધુ મતો મળ્‍યા છે, અને તેમણે તેમના નજીકના હરીફને ૧૪,૦૦૦ મતોના માર્જિનથી હરાવ્‍યા છે.

આ જીત એટલા માટે મહત્ત્વની છે કારણ કે તેમણે AIADMK ના દિગ્‍ગજ નેતા અને ૫ વખત ધારાસભ્‍ય રહી ચૂકેલા ડી. જયકુમારને હરાવ્‍યા છે. જયકુમાર માત્ર ૧૮,૦૦૦ મતો સાથે ત્રીજા સ્‍થાને રહ્યા હતા. બીજી તરફ, DMK ના ઉમેદવાર સુબેર ખાન બીજા ક્રમે રહ્યા હતા, પરંતુ તેઓ સમગ્ર તમિલનાડુમાં ફેલાયેલી ‘વિજય લહેર' સામે ટકી શકયા નહીં

(11:55 AM IST)