તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
હથિયારો વહન કરતા તુર્કી કાર્ગો જહાજનું સોમાલિયામાં અપહરણ; ૬ ભારતીય ખલાસીઓ સહિત ૧૦ લોકો સવાર હતા
સોમાલિયાના પન્ટલેન્ડ કિનારેથી ચાંચિયાઓએ કેમરૂન-ધ્વજવાળા કાર્ગો જહાજનું અપહરણ કર્યું

મોગાદિશુ તા.૨૧: સોમાલિયાના પન્ટલેન્ડ કિનારેથી ચાંચિયાઓએ કેમરૂન-ધ્વજવાળા કાર્ગો જહાજ M/V LUTUFનું અપહરણ કર્યું છે. સવાર ૧૦ સભ્યોના ક્રૂમાં છ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
સોમાલિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જહાજને આયલ જિલ્લામાં મરાયાથી આશરે ૩.૫ નોટિકલ માઇલ દૂર હાઇજેક કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને નુગાલ કિનારે લઈ જવામાં આવ્યું હતું. સવાર ૧૦ ક્રૂ સભ્યોમાં છ ભારતીય નાગરિકો, એક તુર્કી નાગરિક, એક જ્યોર્જિયન નાગરિક અને બે સર્બિયન સુરક્ષા રક્ષકોનો સમાવેશ થાય છે.
પોલર મૂવમેન્ટ શિપિગની માલિકીનું આ જહાજ મોગાદિશુમાં લશ્કરી તાલીમ કેન્દ્ર માટે તુર્કીયે શષો, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને ઉપગ્રહ સાધનો લઈ જતું હતું. અધિકારીઓનું માનવું છે કે હુમલો કરનારા આઠ ચાંચિયાઓ એ જ ગેંગ સાથે જોડાયેલા છે જેણે ૨૬ એપ્રિલે M/V સ્વર્ડનું અપહરણ કર્યું હતું.
આ ઘટના બાદ, બે તુર્કીયે જહાજો અપહરણ કરાયેલા જહાજ પાસે પહોંચ્યા, જ્યારે તુર્કીયે હેલિકોપ્ટર અને ડ્રોન વિસ્તાર પર નજર રાખતા હતા. મંગળવારે, બે લોકો સાથેની એક નાની હોડી જહાજ પાસે પહોંચી અને સોમાલિયામાં વપરાતી ખતરા જેવી દવા પહોંચાડી.
બોટ કિનારે પાછી ફર્યા પછી હવાઈ હુમલામાં ચાર લોકો માર્યા ગયા અને બે ઘાયલ થયા. જો કે, હુમલો અને મૃતકો અપહરણમાં સામેલ હતા કે કેમ તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
