તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 4th June 2026
પાકિસ્તાન પ્રેમ તુર્કીને પડ્યો ભારે: ભારતીયોએ પીઠ ફેરવતા પ્રવાસન ઉદ્યોગને $૪૦૦ મિલિયનનો ફટકો
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું આંધળું સમર્થન અને ડ્રોન સપ્લાયની નીતિ સામે ભારતીય પ્રવાસીઓનો સાયલન્ટ બહિષ્કાર : ઇન્ડિગોએ ફ્લાઇટ સીટો ઘટાડતા લક્ઝરી હોટેલો અને વેડિંગ ડેસ્ટિનેશન માર્કેટ ઠપ્પ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં ખોટો ભાગીદાર પસંદ કરવાનું પરિણામ કેટલું આર્થિક નુકસાન લાવી શકે છે, તેનો મોટો પાઠ તુર્કીને મળ્યો છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેવા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ વચ્ચે અંકારાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. વર્ષ ૨૦૨૩માં આવેલા વિનાશક ભૂકંપ સમયે ભારતે 'ઓપરેશન દોસ્ત' હેઠળ સૌથી પહેલા મદદ મોકલી હોવા છતાં, એર્દોગન સરકારે પાકિસ્તાનને સૈન્ય ડ્રોન અને હથિયારો આપવાનું ચાલુ રાખ્યું હતું. આ કૃતજ્ઞતાનો જવાબ ભારતે હથિયાર ઉપાડીને નહીં, પરંતુ સાયલન્ટ ડિપ્લોમેસી અને આર્થિક બહિષ્કાર દ્વારા આપ્યો છે, જેના કારણે તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને હવે નિવેદન આપવું પડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં પાકિસ્તાન વચ્ચે ન આવવું જોઈએ.
ભારતીય પ્રવાસીઓ અને અબજોપતિઓના બહિષ્કારના કારણે તુર્કીના વૈભવી રિસોર્ટ અને હોટેલો ઉજ્જડ થઈ ગયા છે. સરકારી આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪માં ૩.૩ લાખથી વધુ ભારતીયોએ તુર્કીની મુલાકાત લીધી હતી, જે ૨૦૨૫માં ૨૪.૨૪% ઘટીને માત્ર ૨.૫ લાખ થઈ ગઈ છે. ભારતના ધનાઢ્ય વર્ગ દ્વારા આયોજિત થતા કરોડો રૂપિયાના ડેસ્ટિનેશન વેડિંગ્સ અને પ્રીમિયમ પ્રવાસન રદ થવાના કારણે તુર્કી અને તેના ભાગીદાર દેશોને સીધું $૪૦૦ મિલિયન (આશરે ૪૦ કરોડ યુએસ ડોલર) નું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
તુર્કી માટે સંકટ હજુ વધવાનું છે, કારણ કે ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગો (IndiGo) એ ટર્કિશ એરલાઇન્સ પાસેથી લીધેલા મોટા બોઇંગ B777 વિમાનો પાછા સોંપવાની તૈયારી કરી લીધી છે અને તેની જગ્યાએ નાના XLR વિમાનો દોડાવશે. આનાથી ભારત અને તુર્કી વચ્ચેની એર સીટોની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી જશે. જો કે, કુલ પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો માત્ર ૧% હોવાથી તુર્કી સંપૂર્ણ નાદાર નહીં થાય, કારણ કે ત્યાં રશિયા, જર્મની અને બ્રિટનથી મોટા પાયે પ્રવાસીઓ આવે છે. પરંતુ, વિદેશી ચલણનો સૌથી વધુ પ્રીમિયમ ખર્ચ કરનારા ભારતીય ગ્રાહકો ગુમાવતા તુર્કીના સ્થાનિક બજાર અને હાઈ-એન્ડ હોટેલ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
