તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
વધતી મોંઘવારી માટે ટ્રમ્પની નીતિઓ જવાબદારઃ ૬૫% અમેરિકનોનો મત
નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી અગાઉના આ સર્વેમાં ટ્રમ્પ સામેની લોકોની વધતી નારાજગીનો ખુલાસો

વોશિંગ્ટન,તા.૦૨: અમેરિકાને મહાન બનાવવા નીત નવા ફરમાનો બહાર પાડતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી તેમના જ દેશની પ્રજા ત્રાસી ગઈ છે. ટેરિફના જોરે દુનિયાને ઝૂકાવવા નીકળેલાં ટ્રમ્પની અણઘડ આર્થિક નીતિઓને કારણે અમેરિકનો હાલ અસહ્ય ભાવ વધારાનો બોજ સહન કરી રહ્યાં છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાથી નારાજ લોકોને કારણે આગામી નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પના રિપબ્લિકન પક્ષની વિજયની શક્યતાઓ ધૂંધળી હોવાનું જણાઈ રહ્યું છે.
એસોસિયેટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચ દ્વારા તાજેતરમાં કરાયેલો એક સર્વેમાં થયેલાં ખુલાસા અનુસાર, મોટાભાગના એટલે કે ૬૫ ટકા જેટલાં પુખ્તવયના અમેરિકન નાગરિકોનું માનવું છે કે, દેશમાં સતત વધતી મોંઘવારી માટે બાહ્ય પરિબળો નહીં બલ્કે, ટ્રમ્પની નીતિઓ જ જવાબદાર છે. મોંઘવારી પર નિયંત્રણની ટ્રમ્પની નીતિથી માત્ર ૧૭ ટકા અમેરિકન નાગરિકો સંતુષ્ટ હોવાનું જણાવાયું છે.
જ્યારે ૨૬ ટકા નાગરિકો ટ્રમ્પની એકંદર આર્થિક નીતિથી સંતુષ્ટ હોવાનું સર્વેમાં ખુલવા પામ્યું છે. દેશમાં મધ્યસત્ર ચૂંટણીને હવે ગણતરીના જ અઠવાડિયા બાકી છે ત્યારે ટ્રમ્પની નબળી કામગીરી દર્શાવતાં સર્વેના આ આંકડાને કારણે રિપબ્લિકનોની ચિતામાં વધારો થયો છે. આ સાથે જ ઈરાન સાથે વધુ પડતા લંબાયેલા યુદ્ધને કારણે પણ લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. રિપબ્લિક પાર્ટીના સમર્થક રોબર્ટ ગૌલ્ટના જણાવ્યાં અનુસાર, મને આશા હતી કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ બહેતર અથવા તો અલગ કામગીરી કરશે. જોકે તેમનું કામ સહેજ પણ વખાણવા લાયક નથી. મને હતું કે તેઓ દેશને મદદ કરશે, જોકે હજી સુધી તો આર્થિક કે અન્ય મોરચે તેમણે એક પણ સારું કામ કર્યું નથી. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ જુલાઈથી અત્યાર સુધીમાં ૩૯ ટકાનો જંગી વધારો નોંધાઈ ચુક્યો છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
