તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ટ્રમ્પનો 'ગ્રાન્ડ ચેસબોર્ડ' પ્લાન: હોર્મુઝ તો માત્ર ટ્રેલર હતું, અસલી ખેલ મલાક્કા સ્ટ્રેટમાં ખેલાશે!
વેનેઝુએલાના તેલ ભંડાર પર કબજો અને ઈરાન સાથેનો મોરચો એ ચીનની 'એનર્જી લાઈફલાઈન' કાપવા માટેનો ટ્રમ્પનો ત્રિપલ હુમલો

નવી દિલ્હી : વૈશ્વિક રાજનીતિના પટલ પર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એવી રમત રમી રહ્યા છે જે સામાન્ય રાજદ્વારી સમજની બહાર છે. ઈરાન સાથેનો સંઘર્ષ જે ઉપરછલ્લી રીતે પરમાણુ કાર્યક્રમ કે પ્રાદેશિક વર્ચસ્વનો દેખાય છે, તે હકીકતમાં ચીનને આર્થિક રીતે પાયમાલ કરવાની એક અતિ-ક્રૂર વ્યૂહરચનાનો ભાગ છે. હોર્મુઝની ખાડી માં ચાલી રહેલી હિલચાલ તો માત્ર એક મહોરું છે, ટ્રમ્પનો અસલી 'ચેકમેટ' મલાક્કા સ્ટ્રેટ પર નજર માંડીને બેઠો છે.
જાન્યુઆરી ૨૦૨૬ માં વેનેઝુએલા પર અમેરિકાએ કરેલું આક્રમણ અને ૩૦૦ અબજ બેરલના તેલ ભંડાર પરનું નિયંત્રણ ચીનના 'સસ્તા તેલ'ના સ્ત્રોત પર સીધી સર્જિકલ સ્ટ્રાઈક હતી. ચીનની નાની 'ટીપોટ' રિફાઇનરીઓ, જે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પર નિર્ભર હતી, તે હવે સંકટમાં છે. અમેરિકાએ આ સપ્લાય લાઇન કાપીને ચીનને બજારના મોંઘા ભાવે તેલ ખરીદવા મજબૂર કર્યું છે, જે બેઇજિંગના આર્થિક બજેટમાં મોટું ગાબડું પાડી રહ્યું છે.
ટ્રમ્પનો અંતિમ લક્ષ્યાંક ચીનનો 'ડેથ પોઈન્ટ' ગણાતી મલાક્કાની સામુદ્રધુની છે, જ્યાંથી ચીનનો ૮૦% તેલ પુરવઠો પસાર થાય છે. જો યુએસ નેવી આ માર્ગ પર નાકાબંધી કરે, તો ચીનનું આખું આર્થિક એન્જિન થોડા જ અઠવાડિયામાં ઈંધણના અભાવે ઠપ્પ થઈ શકે છે. ટ્રમ્પની આ યોજના સીધા લશ્કરી મુકાબલાને બદલે ચીનનો 'શ્વાસ રૂંધીને' તેને વ્યૂહાત્મક રીતે હરાવવાની છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
