તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ટ્રમ્પની ચીનમાં ફજેતી, જિનપિંગ એરપોર્ટ પર સ્વાગત માટે ન આવ્યા
સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેંગ દ્વારા કરવામાં આવ્યું

બેઇજિંગ તા.૧૪: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બીજી ટર્મ દરમિયાન પ્રથમ વખત ચીનના બે દિવસીય સરકારી પ્રવાસે પહોંચ્યા છે. જોકે, આ પ્રવાસની શરૂઆતમાં જ એક પ્રોટોકોલ વિવાદ સામે આવ્યો છે, કારણ કે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા ન હતા.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચીન પહોંચ્યા ત્યારે બેઇજિગ એરપોર્ટ પર તેમનું સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ હાન ઝેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. ચીની સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર ઉપરાષ્ટ્રપ્રમુખ ઝેંગની સાથે બેઇજિગમાં અમેરિકી રાજદૂત ડેવિડ પર્ડ્યુ અને ચીની વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. આ ઉપરાંત, ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે સફેદ અને વાદળી ગણવેશમાં ૩૦૦ યુવાનો અને એક બેન્ડ પાર્ટીને પણ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ચીની રાષ્ટ્રપ્રમુખ કોઈપણ વિદેશી નેતાના સ્વાગત માટે એરપોર્ટ પર જતા નથી. દક્ષિણ ચીન મોર્નિગ પોસ્ટ અનુસાર, પ્રોટોકોલ મુજબ વિદેશ મંત્રીએ સ્વાગત માટે જવાનું હોય છે, પરંતુ જિનપિગે ટ્રમ્પના સન્માનમાં ઉપરાષ્ટ્રપ્રમુખને મોકલીને એક વિશેષ સંકેત આપ્યો છે. અગાઉ રશિયાના પુતિન કે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન આવ્યા ત્યારે પણ જિનપિગ એરપોર્ટ પર ગયા ન હતા. નોંધનીય છે કે, ટ્રમ્પે અગાઉ યુએઈ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને કતારનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તે દેશોના રાષ્ટ્રપ્રમુખોએ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
