તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 16th November 2026
ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સાથે મુલાકાતની ટ્રમ્પની ઈચ્છા: ચીનની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને પણ મળી શકું છું : ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક નિવેદન, પરમાણુ કાર્યક્રમ અંગે લાંબા સમયથી અટવાયેલી અમેરિકા-ઉત્તર કોરિયા મંત્રણા ફરી શરૂ થવાના સંકેત
ચીનના શેનઝેનમાં એપેક સંમેલન દરમિયાન મુલાકાતની શક્યતા : કિમને આમંત્રણ આપવાનો નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપર નિર્ભર હોવાનું ટ્રમ્પે જણાવ્યું

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ચીનની આગામી મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે તેમની મુલાકાત થઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અંગે ફરી રાજદ્વારી ચર્ચાઓ શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે.
ટ્રમ્પ ચીનના શેનઝેન શહેરમાં ૧૮ અને ૧૯ નવેમ્બરે યોજાનારા એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન એટલે કે એપેક સંમેલનમાં ભાગ લેવાના છે. વ્હાઇટ હાઉસથી એશિયાના પ્રવાસે નીકળતાં પહેલાં તેમણે પત્રકારોને જણાવ્યું કે કિમ જોંગ ઉન પણ ચીન આવી શકે છે અને તેમની સાથે મુલાકાતની તક મળી શકે છે.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ શક્યતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપર નિર્ભર રહેશે. જો શી કિમને આમંત્રણ આપે તો બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ શકે છે. જોકે ઉત્તર કોરિયા તરફથી આવી મુલાકાત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોતાના અગાઉના કાર્યકાળમાં ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથે અનેક ઐતિહાસિક બેઠકો કરી હતી. પરંતુ ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રોનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી. સંભવિત નવી મુલાકાત પણ હાલમાં માત્ર શક્યતાના સ્તરે છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
