તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ હવે પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
ટ્રમ્પની ટેરિફ મામલે બેવડી નીતિથી વિવાદ

વોશિંગ્ટન ડિસી તા.૧૦: વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો ફેરબદલ જોવા મળ્યો છે. અત્યાર સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત સહિતના દેશો સામે કડક વલણ અપનાવનાર અને ટેરિફ ઝીંકવાની ધમકી આપનાર અલ્ટીમેટમ આપનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતે જ રશિયા સાથે મોટો ડીઝલ સોદો કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના દાવો અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અમેરિકા અને વૈશ્વિક બજારોમાં ડીઝલનો પુરવઠો પૂરો પાડવા માટે સંમત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયા તરફથી પહેલા ૩ લાખ ટનથી વધુ ડીઝલ મોકલવામાં આવશે. તે પછી નવેમ્બર મહિનામાં ૫ લાખ ટન ડીઝલ મોકલવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં પણ ૧૦ લાખ ટન અને વધારાનું ૩૦ લાખ ટન ડીઝલ રશિયા અમેરિકાને આપશે તેવો ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી પ્રમુખે આ સોદાને એક ૅઐતિહાસિક સમજૂતીૅ ગણાવી છે અને ડીઝલનો જંગી જથ્થો આપવા બદલ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો આભાર પણ માન્યો છે.
અમેરિકાના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ટેરિફ અને દબાણની નીતિ પર પ્રશ્નાર્થચિホ ઊભું થયું છે. ભારત લાંબા સમયથી પોતાની ઊર્જા સુરક્ષા અને નાગરિકો માટે સસ્તા તેલની ઉપલબ્ધતાને પ્રાથમિકતા આપતું આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં પણ ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ ૧.૭૫ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે ભારતની કુલ કાચા તેલની આયાતનો આશરે ત્રીજો ભાગ છે. જ્યાં સુધી અમેરિકા ભારત પર રશિયા પાસેથી ઊર્જા ખરીદવા અંગે દબાણ કરતું હતું, ત્યાં હવે પોતે જ પોતાના સ્થાનિક બજાર માટે રશિયન ડીઝલનો સહારો લઈ રહ્યું છે.
અમેરિકા અને રશિયા વચ્ચેના આ ડીઝલ સોદા સામે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. ઝેલેન્સકીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ‘રશિયા સાથે ઊર્જા સોદા કરવા એટલે યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયાને સીધું ફંડિગ પૂરું પાડવું. અમેરિકાએ આ યુદ્ધ પૂરું કરાવવાની દિશામાં કામ કરવું જોઈએ, પરંતુ આવા સોદા યુદ્ધને વધુ લાંબુ ખેંચશે અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો ઊભો કરશે'. હવે આ ડીલથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય સબંધોમાં દરેક દેશ માટે પોતાના રાષ્ટ્રીય હિતો જ સર્વોપરી રહે છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
