News of Wednesday, 4th November 2026
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પને મોટો રાજકીય ફટકો : સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતી, પ્રતિનિધિસભા પણ હાથમાંથી સરકવાનો વારો
‘મારું નામ મતપત્રમાં નહોતું જો હું ચૂંટણી લડતો હોત તો પ્રચંડ બહુમતીથી જીત્યા હોત’: પરિણામો સ્વીકારી ડેમોક્રેટ્સ સાથે કામ કરવા ટ્રમ્પ તૈયાર : ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમ ફરી ચૂંટાયા

વોશિંગ્ટન, તા. ૪ : અમેરિકામાં ૩ નવેમ્બરે યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ટેક્સાસ, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, ઓહાયો સહિતનાં રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીને નુકસાન થયું છે. સેનેટમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી છે, જ્યારે પ્રતિનિધિસભામાં પણ બહુમતી મેળવવાનો વિવિધ અમેરિકન સમાચાર સંસ્થાઓએ અંદાજ જાહેર કર્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, ‘મારું નામ મતપત્ર પર નહોતું. જો હું ચૂંટણી લડ્યો હોત તો અમે પ્રચંડ બહુમતીથી જીત્યા હોત.’ જોકે ત્યારબાદ તેમણે ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયારી દર્શાવી હતી.
બીજી તરફ ભારતીય મૂળના ડેમોક્રેટિક નેતા સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયાના દસમા સંસદીય મતવિસ્તારમાંથી ફરી ચૂંટાયા છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડેવ બેકવિથને હરાવ્યા છે. આ તેમનો બીજો કાર્યકાળ રહેશે.
ચૂંટણીમાં મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ અને ઈરાન સાથેના યુદ્ધ જેવા મુદ્દા મહત્વના રહ્યા હતા. ડેમોક્રેટ્સની સફળતાથી ટ્રમ્પના બાકી રહેલા બે વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસમાં નવા રાજકીય સમીકરણો સર્જાશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
