<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ટ્રમ્‍પ ટેન્‍સનમાં !

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા.ર૯, તાજેતરમાં બ્રાઝિલમાં વામપંથી નેતા લુલાની ચોથી વખત રાષ્‍ટ્રપતિની ચુંટણીમાં જીત થઇ છે. તેના વિરોધી ઉમેદવાર ફલાવિયો બોલ્‍સોનોરા કે જેઓ ટ્રમ્‍પના સમર્થક નેતા હતા તે હાર્યા. આવી જ રીતે આ પૂર્વે એક અન્‍ય દેશના નેતાના પ્રચારમાં ટ્રસ્‍પે નાયબ પ્રેસિડેન્‍ટ ને ત્‍યાં મોકલ્‍યા હતા તે પણ હાર્યા હતા તાજેતરમાં  ટ્રમ્‍પના ખાસમખાસ મિત્ર ઇઝરાયેલ નેતા નેતન્‍યાહૂ ચૂંટણીમાં બહુમત ન મેળવી શકયા ટ્રમ્‍પના સાથી સલાહકાર છતા નેતન્‍યાહૂ હવે મુશ્‍કેલીમાં મુકાયા છે જો તેઓ અરબ પાર્ટીના સમર્થન થી સરકાર બનાવે તો જ ફરી સતા પર આવી શકે આવી વિચિત્ર સ્‍થિતી સર્જાઇ હોય, હાલ સુધી ટ્રમ્‍પે જેને જેને પણ સાથ આપ્‍યો તે પરાજય ના પંથે પહોંચી ચૂકયા છે. હવે ખુદ ટ્રમ્‍પ ની કસોટી આગામી ત્રણ નવેમ્‍બરની ચૂંટણીમાં થવાની છે. ટ્રમ્‍પ ઇરાનને જથ્‍થાબંધ ધમકીઓ આપી ચૂકયા છે પણ ટ્રમ્‍પ મિડ ટર્મ ઇલેબરશાકમાં બહૂમતી મેળવી શકે તેવી સ્‍થિતી સર્જવામાં તેઓ નિષ્‍ફળ રહ્યા હોઇ, સતત આ ઘટનાક્રમે અને છેલ્લે નેતન્‍યાહૂની થયેલ દયાજનક સ્‍થિતીએ ટ્રમ્‍પ હવે ટેન્‍સનમાં આવી ચુકયા છે. નેતન્‍યાહૂ બાદ હવે ટમ્‍પની પણ ‘પીછા વગરના મોર' જેવી સ્‍થિતી થવાનું હવે નિヘત ગણાઇ રહ્યું છે

(1:23 PM IST)