News of Tuesday, 18th August 2026
અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી
યુનાઇટેડ સ્ટેટ્સમાં કડક મતદાન નિયમોની હિમાયત કરી : યુનાઇટેડ સ્ટેટ્સમાં મતદાર ઓળખની આવશ્યકતાઓ અંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતોઃ દરેક ભારતીય પાસે વેલિડ આઇડી

વોશિગ્ટન તા.૧૮: ભારતની ચૂંટણી પ્રણાલી અને મતદાર ID સિસ્ટમનો ઉલ્લેખ કરીને, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી (સેવ) અમેરિકા એક્ટ પસાર કરવા માટેના તેમના આહવાનને પુનરાવર્તિત કર્યું હતું. ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મતદાર ઓળખની આવશ્યકતાઓ અંગે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં કડક ચૂંટણી નિયમોની જરૂરિયાત પર ભાર મૂકતા ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અમારા વહીવટને પૂછ્યું હતું કે માન્ય ફોટો ID વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે. ભારતની છેલ્લી સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે ભારતની છેલ્લી ચૂંટણીમાં ૬૪૬ મિલિયન મતદારો હતા. તેમાંથી ૧ ટકા કરતા ઓછા લોકોએ ટપાલ દ્વારા મતદાન કર્યું હતું, અને દરેક મતદાર પાસે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ હોવો જરૂરી હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બિલકુલ સાચા છે. છેલ્લી ચૂંટણીમાં ભારતના ૬૪૬ મિલિયન મતદારોમાંથી દરેક માટે ઓળખપત્ર જરૂરી હતું. કોંગ્રેસે સેવ અમેરિકા એક્ટ પસાર કરવો જોઈએ!
ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસ (યુએસ સંસદ) ને સેવ અમેરિકા એક્ટ પસાર કરવા માટે તેમના આહ્વાનને પુનરાવર્તિત કરતા કહ્યું કે અમને હાલમાં તેની સખત જરૂર છે. વ્હાઇટ હાઉસ અનુસાર, આ કાયદાનો હેતુ એ સુનિヘતિ કરવાનો છે કે ફક્ત અમેરિકન નાગરિકો જ ફેડરલ ચૂંટણીઓમાં નિર્ણય લેવામાં ભાગ લઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદા પર ભાર મૂકી રહ્યા છે.
ટ્રમ્પ ટેરિફ સમાચારઃ શું ચીનનો માલ ભારતથી અમેરિકા પહોંચ્યો? ટ્રમ્પે ૪૦ થી વધુ દેશો પર ટેરિફ ચોરીનો આરોપ લગાવ્યો
વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે ફક્ત અમેરિકન નાગરિકોએ જ યુએસ ચૂંટણીઓ નક્કી કરવી જોઈએ. આ સુનિヘતિ કરવા માટે, સેવ અમેરિકા એક્ટ એક સમજદાર, દ્વિપક્ષીય બિલ છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, મતદારોએ ફેડરલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટે નોંધણી કરાવતા પહેલા માન્ય ઓળખ અને નાગરિકતાનો પુરાવો આપવો જરૂરી રહેશે.
યુ.એસ.માં આ પ્રસ્તાવિત કાયદો મેઇલ-ઇન બેલેટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે, જેનો ઉપયોગ ફક્ત બીમારી, અપંગતા, લશ્કરી સેવા અથવા મુસાફરી જેવા કારણોસર જ થઈ શકે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યોને મતદાર યાદીમાંથી બિન-નાગરિકોના નામ દૂર કરવાનો નિર્દેશ આપશે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જો તમે યુ.એસ.માં મતદાન કરવા માટે નોંધણી કરાવવા માંગતા હો, તો તમારે યુ.એસ. નાગરિક હોવું આવશ્યક છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ. ચૂંટણી પ્રક્રિયાઓની તુલના અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાઓ સાથે કરી છે. વહીવટીતંત્રે દલીલ કરી છે કે યુ.એસ. મૂળભૂત ચૂંટણી સુરક્ષા પગલાં લાગુ કરવામાં અન્ય દેશોથી પાછળ છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારત અને બ્રાઝિલ મતદાર ID ને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડે છે, જ્યારે યુ.એસ. નાગરિકતા માટે સ્વ-પ્રમાણન પર મોટાભાગે આધાર રાખે છે. તેથી, તે જરૂરી છે કે યુ.એસ. આ ક્ષેત્રમાં સુધારો કરે અને તેની ચૂંટણી પ્રણાલીને મજબૂત બનાવે. આ કાયદો પસાર કરવા માટે એક બિલ ૨૯ જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
