<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ટ્રમ્‍પ બન્‍યા હવે ‘પીછા વગરના મોર'

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૪: અમેરિકામાં મધ્‍યાવર્તિ ચુંટણી સંપન્ન થયા બાદ હવે પરીણામોનો ક્રમ શરૂ થયો છે જેમાં ટ્રમ્‍પનો રિપબ્‍લિકન પક્ષ પાછળ રહી ગયેલો જોવા મળી રહયો છે. ટ્રમ્‍પ પર હવે બાકીના સતાકાળમાં અંકુશની સ્‍થિતિ આવી જશે. ટેરિફ અને યુધ્‍ધ બાબતોએ એકતરફી મનસ્‍વી પ્રકારના ટ્રમ્‍પના ફત્‍વાઓ હવે ભૂતકાળ બની જશે. મહત્‍વના નિર્ણયો માટે હવે ટ્રમ્‍પ તે વિરોધ પક્ષો કાન આમળી શકશે અને તે ‘હા' ભણે ત્‍યારે જ રાષ્‍ટ્રપતિ પદે રહેવા છતા ટ્રમ્‍પ પોતાની રીતે કોઇ નિર્ણયો નહી લઇ શકે.

ટ્રમ્‍પ માટે તેની સ્‍થિતિ ‘‘પીછા વગરના મોર જેવી થશે'' આ શબ્‍દ પ્રયોજનો કર્યા હતા જે ઉકિતના શબ્‍દો હવે વાસ્‍તવિક સ્‍વરૂપે જોવા મળી રહયા છે.

(11:20 AM IST)