તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
૧૨૦ દિવસના યુદ્ધમાં ટ્રમ્પે ૩,૨૦,૪૦૭ કરોડ ફૂંકી માર્યા
ઈરાન સામેનાં યુદ્ધમાં અમેરિકાએ ૪ મહિનામાં જ ૩૩.૪ અબજ ડૉલર ખર્ચી નાંખ્યા ૨૮ ફેબ્રુ.થી ૨૯ જૂન સુધીમાં બે તૃતીયાંશ હિસ્સો શષાો અને દારૂગોળા પાછળ ખર્ચાયો

વોશિંગ્ટન, તા. ૧૬ : અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સાતમા મહિનામાં પ્રવેશ્યું છે. બંને દેશ સતત એકબીજાને પાયમાલ કરવાની ધમકી આપી રહ્યા છે. પેન્ટાગોનનાં એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન સાથેનાં યુદ્ધનાં ૪ મહિનામાં જ ૩૩.૪ અબજ ડૉલર (રૂ. ૩,૨૦,૪૦૭ કરોડ) ખર્ચી નાંખ્યા છે. આમાં ૨૮મી ફેબ્રુઆરીથી ૨૯ જૂન સુધીનાં અભિયાનમાં એ રકમનો બે તળતીયાંશ હિસ્સો શષાો અને દારૂગોળા પાછળ ખર્ચાયો છે. ૩૦મી જૂન સુધી યુદ્ધ માટે અમેરિકાએ કરેલો કુલ ખર્ચ ૩૩.૪ અબજ ડૉલર છે જેમાં ૨૨.૩ અબજ ડૉલર શષાો અને દારૂગોળા પાછળ ખર્ચાયા છે. ૭.૪ અબજ ડૉલર યુદ્ધને લગતા બીજા ખર્ચાનાં છે. જ્યારે ૩.૭ અબજ ડૉલરનાં સૈન્ય ઉપકરણોનો નાશ થયો છે. આ ખર્ચમાં નુકસાન પામેલી ઈમારતો અને સ્થળોની મરામતનો ખર્ચ સામેલ કરાયો નથી. એક અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાન પર એટલા બધા બોમ્બ અને મિસાઈલ્સનો મારો ચલાવ્યો છે કે જેના કારણે તેનાં શષાો અને દારૂગોળો ખલાસ થવા આવ્યા છે.
અમેરિકાની શષાો બનાવવાની ક્ષમતા સામે સવાલો ઉઠ્યા છે. સરકારે શષાોનું મોટાપાયે ઉત્પાદન કરવા અને દારૂગોળો ખરીદવા આદેશો આપ્યા છે. અમેરિકાને અને યુદ્ધમાં ભારે નુકસાન થયું છે. તેના પાંચમી પેઢીનાં F -૩૫ A વિમાનને ભારે નુકસાન થયું છે. જૂનનાં અંત સુધીમાં આવા ૪ F -૧૫ A વિમાન નાશ પામ્યા છે. એક A -૧૦ વિમાન નાશ પામ્યું છે. ૭ KC -૧૩૫ ઈધણ ભરનાર વિમાનો, ૭ હેલિકોપ્ટર ૩૦થી વધુ મોંઘાદાટ ડ્રોનનો નાશ થયો છે. ઈરાન દ્વારા ગલ્ફમાં ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈમાં અમેરિકાની ઈમારતોને નુકસાન કરાયું છે જેનો ખર્ચ ૧૮૪ મિલિયન ડૉલર છે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
