તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
અર્થ અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચુ ધન : પૂ. મોરારીબાપુ
દક્ષિણ આફ્રિકાના કેન્યા-કેરીએની ભુમી ઉપર માનસ રથયાત્રા શ્રીરામકથાનું રસપાન

રાજકોટ, તા. ર૩ : દક્ષિણ આફ્રિકા-કેન્યા-કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા' ગઇકાલે પાંચમા પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ઘન-પૈસા કમાવવાની પણ હિમાયત કરી છે. ખૂબ પૈસા કમાઓ પણ એના પાંચ માર્ગો બતાવાયા છે. (૧) ખુબ અર્થોપાજન કરો પણ કોઇને નુકશાન ન થાય તે રીતે કમાઓ (ર) આપણા શરીરને સાચવીને ધન કમાવવું ઘણા લોકો સ્વાસ્થ્યના ભોગે કમાયા જ કરે છે ! (૩) પુરૂષાર્થથી નીતિ મુજબ અને પ્રમાણિકતાથી અર્થોપાજન કરવું (૪) ધર્મસંમત ઘન કમાવવું (પ) ખાસ જરૂરી વસતુ કે પોતાનો સ્વાધ્યાય ચૂકી જવાય એ રીતે ઘન ન કમાવવું ધર્મ ચુકી જવાય, આંસૂ ચુકી જવાય (સંવેદનશીલતા) એ રીતે અર્થોપાજન ન કરવું.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે, ગુરૂપૂર્ણિમા આવી રહી છે. (ર૯-૭-ર૬) ત્યારે ગુરૂ પૂનમનો મહિમા સમજાવતા બાપુ બોલ્યા કે, ગુરૂનું દરેક તિથીએ મહત્વ છે. એકમ એટલે કે ઇશ્વર એક છે. બીજ આપણે ત્યાં બીજનું બીજની તિથીનું ખૂબ જ મહત્વ છે, અષાઢી બીજ, ભાઇબીજ-વગેરે વગેરે તો ગુરૂ - શિષ્ય વચ્ચે દેવૈત-એદવૈત ભાવની નિષ્ઠા જરૂરી છે. ત્રીજ-તૃતીયા ગુરૂ ગુણાતીત હોય છે. સાધુ પણ ગુણાનીત હોય છે, કાલાતીત હોય છે, એને ન વર્તમાન, ન ભૂતકાળ, ન ભવિષ્ય કાળ હોય બસ એ હોય છે જ. ચતુર્થ-ચોથઃ જગતના મંગલ માટે એ ચારેય પુરૂષાર્થ કરે છે. પાંચમઃ પંચદેવની સ્થાપન કરે એ ગુરૂપુર્ણિમાની પંચમી છે.
છઠ્ઠ : ગુરૂ એ છ શાષાોનો પુનાઃ અવતાર છે. સાતમઃ જ્ઞાનની સાત ભૂમિકા ગુરૂમાં છે. આઠમઃ જેના જીવનમાં પતંજલિનો અષ્ટાંગ યોગ સહજ હોય એ ગુરૂની અષ્ટમી છે. નોમ-નવમીઃ ગુરૂમાં નવેય ભકિત રહેલી છે, એ પ્રકૃતિને આધીન ન હોય. પ્રકૃતિનો માલિક હોય, દસમીઃ એટલે દસેરા, દસે દિશાથી આનંદ પ્રાપ્ત કરે એ ગુરૂની દસમ-દસમી છે. અગીયારસઃ અગીયાર પ્રકારના મહાવ્રત જેના જીવનમાં સહજ આવે એ ગુરૂની અગીયારસ છે, બારસ-એટલે કે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય' એ મહામંત્રનું નિરંતર રટણ-સ્મરણ હોય, તેરસઃ એટલે પાંચ જ્ઞાનેન્દ્રીઓ, પાંચ કર્મેન્દ્રેઓ અને મન, બુધ્ધિ, ચિતની સમતા રહે એ ગુરૂની તેરસ છે. ચૌદસઃ એટલે કે ગુરૂ એ છે જે ચર્તુદશી એટલે કે જેનો રથ ચારેય દિશામાં ફરે એવી યાત્રા હોય એ ગુરૂની ચૌદસ, ચૌદસ ઉપર આપણી ભજનવાણી-સંતવાણીઓ કેટલીય ભજન-પદ રચનાઓ છે અને છેલ્લે પુનમ પુર્ણીમાઃ એટેલે કે જે પૂર્ણ પદને પામે તે ગુરૂ પુર્ણ છે. આ પંદર તિથીની વાત થઇ પણ આપણા શાષાોમાં સોળકળા છે. કૃષ્ણ આ સોળકળામાં પૂર્ણ છે, એટલે જ તો કહેવાયું કે ‘કૃષ્ણ વંદે જગદ્્ગુરૂમ',
મનોજ જોશી ‘મજો'
રાજકોટ
(મો. ૮૧૪૦ર ૧૩૧૩૦,
મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
