તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
મની લોન્ડરિંગના ગંભીર કેસમાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ હસન નદીમુલ હક સામે કેન્દ્રીય તપાસ એજન્સીની લાલ આંખ: પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં આવેલા ૮ સ્થળોએ ઇડીના સામૂહિક દરોડાથી રાજકીય ગરમાવો
ચર્ચિત ઉર્દૂ દૈનિક 'અખબાર-એ-મશરિક' સાથે જોડાયેલી શંકાસ્પદ નાણાકીય હેરાફેરી, ગેરકાયદે રોકડ વ્યવહારો અને સાંપ્રદાયિક ઉશ્કેરણીના આરોપોસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરાયી મેગા સર્ચ કામગીરી

કોલકાતા: મની લોન્ડરિંગના એક હાઈપ્રોફાઈલ કેસની તપાસના સંદર્ભમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ અહેમદ હસન નદીમુલ હક અને તેમના સાથીઓ સાથે જોડાયેલા દિલ્હી, કોલકાતા અને રાંચી સ્થિત આશરે ૮ જેટલા ઠિકાણાઓ પર ઇડીની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા છે. સોમવારે વહેલી સવારથી શરૂ થયેલી આ વ્યાપક તપાસ કામગીરી દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોના કડક બંદોબસ્ત વચ્ચે વિવિધ સ્થળોએથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તપાસ એજન્સી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલો ઉર્દૂ દૈનિક સમાચારપત્ર 'અખબાર-એ-મશરિક પ્રાઇવેટ લિમિટેડ' સાથે જોડાયેલી ગેરરીતિઓ અંગેનો છે, જેમાં સાંસદ નદીમુલ હક ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળે છે. બધાનનગર પોલીસ કમિશનરેટ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરના આધારે ઇડીએ ઇસીઆઈઆર (ECIR) દાખલ કરીને તપાસની ધૂર સંભાળી હતી.
કોલકાતા, દિલ્હી અને રાંચીમાં એકસાથે કડક બંદોબસ્ત વચ્ચે તપાસ
ઈડીના કોલકાતા ઝોનલ ઓફિસના નિર્દેશન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં અધિકારીઓની અલગ-અલગ ટીમોએ કોલકાતાના પાર્ક સરકસ વિસ્તારમાં આવેલી સાંસદની સત્તાવાર રેસિડેન્સ અને ઓફિસ ઉપરાંત દિલ્હીમાં તેમના રહેઠાણ તથા ઝારખંડના રાંચીમાં જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મની ટ્રેલ એટલે કે નાણાંના પ્રવાહના મૂળ શોધવા તેમજ શંકાસ્પદ બેંક ખાતાઓ, પ્રોપર્ટી સંબંધિત કાગળો અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
સાંપ્રદાયિક ઉશ્કેરણી અને ગેરકાયદે ફંડિંગના ગંભીર આક્ષેપો
ઈડીના અધિકારીઓ દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, સંબંધિત પ્રકાશન સંસ્થા સામે સમાજમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવે તેવા વિવાદિત કન્ટેન્ટના પ્રકાશન તથા પ્રસારણનો આરોપ છે. આ ઉપરાંત, આ સંસ્થા અને તેના સંચાલકો સામે અજ્ઞાત અને શંકાસ્પદ સ્ત્રોતોમાંથી ગેરકાયદેસર ભંડોળ મેળવવા, હિસાબ વગરના રોકડ વ્યવહારો કરવા તેમજ નાણાકીય છેતરપિંડી આચરવાના સંગીન આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ઇડી આ સમગ્ર ગેરકાયદે કમાણી અને કાળા નાણાંને સફેદ કરવાના ખેલના મૂળ સુધી પહોંચવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સઘન તપાસ ચલાવી રહી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
