તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ટ્રેન ૯ કલાક મોડી પડી, કેસ કરનાર મુસાફરને રેલવેએ ૩૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવું પડશે
ગ્રાહક સુરક્ષા કમિશનમાં કેસ કરીને ૪.૫ લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું

તાતાનગર તા.૨૩: ભારતીય ટ્રેનો આએદિન મોડી પડતી હોય છે. એને કારણે જો તમે ટ્રેનના સમય અનુસાર આગળની કનેક્ટિંગ જર્ની પ્લાન કરી હોય તો આખી યોજના બગડી જાય છે. સમય ચૂકવાને કારણે અગત્યનાં કામો, મીટિગો કે ક્યારેક પરીક્ષા પણ ચુકાઈ જાય છે. સામાન્ય રીતે ભારતીય પ્રવાસીઓ એક-બે કલાકનું માર્જિન લઈને જ ચાલે છે, પણ જ્યારે ટ્રેનો લાંબા કલાકો મોડી પડે અને રેલવે એનું કોઈ મજબૂત કારણ પણ ન બતાવી શકે ત્યારે મુસાફરો વળતરની માગણી કરી શકે છે. ઝારખંડમાં સંજય કુમાર નામના મુસાફરે કન્ફયુમર કમિશનમાં ફરિયાદ કરીને મોડી પડેલી ટ્રેન માટે વળતર મેળવ્યું છે.
વાત ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનાની ૨૩ તારીખની છે. સંજય કુમારે તાતાનગરથી સંબલપુર જનારી ૧૨૮૭૧ ઇસ્પાત એક્સપ્રેસમાં બે સ્લીપર ટિકિટ બુક કરી હતી. ટ્રેન સવારે ૧૦.૧૮ વાગ્યે તાતાનગરથી રવાના થવાની હતી અને એ જ દિવસે બપોરે ૩.૫૦ કલાકે સંબલપુર પહોંચવાની હતી, પરંતુ ટ્રેન નિર્ધારિત સમય કરતાં ૫૨૮ મિનિટ એટલે કે લગભગ ૯ કલાક મોડી પડી. આટલા લાંબો સમય ડીલે થવાને કાણે સંજય કુમારે રેલવે સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો વિકલ્પ અપનાવ્યો. સંજય કુમારે ટ્રેન લેટ પડવાને કારણે તેમને શારીરિક, માનસિક અને આર્થિક પરેશનીઓનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કર્યો. તેમણે ગ્રાહક સુરક્ષા કમિશનમાં કેસ કરીને ૪.૫ લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું. સાઉથ-ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ કોસ્ટ રેલવેએ આરોપનો સામનો કરીને દલીલ કરી હતી કે ‘ટ્રેન સેફટી સાથે ચલાવવા માટે ટ્રેન મોડી પડી હતી. બીજી તરફ મુસાફરને આર્થિક નુકસાનીના કોઈ પુરાવા નથી મળ્યા.'
જોકે સેફટીના નામે ૯ કલાકનું ડીલે જાસ્ટિફાય કરી શકાય એવા પુરાવાઓ રેલવે પૂરા પાડી શકી ન હોવાથી કન્ઝ્યુમર કમિશને સાઉથ ઈસ્ટર્ન રેલવેને ૪૫ દિવસની અંદર ૩૫,૦૦૦ રૂપિયાનું વળતર સંજય કુમારને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.(
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
