તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ટ્રેનમાં સુહાગરાત મનાવવા ડબ્બાને અંદરથી શણગાર્યો
રેલવેના ધ્યાનમાં આવતા મોટી એક્શનઃ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર ગિરીશ કુમાર, નાંદેડને સસ્પેન્ડ

નવી દિલ્હી,તા.૯: ટ્રેનના ફર્સ્ટ એસી કૂપેને હનીમૂન માટે સજાવવાના મામલામાં રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘનની પુષ્ટિ થયા બાદ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર ગિરીશ કુમાર, નાંદેડને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, ત્યાર બાદ રેલવેએ એક્શન લીધી છે.
જાણકારી અનુસાર, આ મામલો ટ્રેન નંબર ૧૧૦૦૨ બલ્હારશાહ-મુંબઈ નાંદેડગ્રામ એક્સપ્રેસનો છે. આ ટ્રેનના ફર્સ્ટ એસીના જી કૂપે (બર્થ નંબર ૧૯ અને ૨૦)માં મુસાફરી કરી રહેલા નવવિવાહિત શુભમ અને સોનાલી માટે કૂપેને ફૂલો અને અન્ય સજાવટી સામાન દ્વારા હનીમૂન માટે શણગાર્યો હતો. આ સુવિધા વ્યક્તિગત રીતે જાલનાના એક ડેકોરેટર પાસે ઓનલાઈન બુકિગ દ્વારા કરાવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે ડેકોરેટરના કર્મી જાલના સ્ટેશનથી ફર્સ્ટ એસી કોચમાં ચઢ્યા અને કૂપેની સજાવટ કરી હતી. જો કે તેમની પાસે રેલવેની કોઈ પરમિશન નહોતી. રેલવેએ તેને ગંભીર સુરક્ષા ચૂક ગણી છે. કેમ કે પરમિશન વિના કોઈ બહારી વ્યક્તિ રિઝર્વેશન કોચમાં એન્ટ્રી કરવી સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે.
રેલવે અધિકારીઓ અનુસાર, કોઈ પણ ખાનગી વ્યક્તિ અથવા ડેકોરેટરને અધિકૃત પરમિશન વિના ટ્રેનના કોચમાં પ્રવેશ કરી સજાવટ કરવાની મંજૂરી નથી મળતી. જો કોઈ ખાસ અવસર પર કોઈ વ્યવસ્થા કરવાની હોય તો ખાલી રેલવેના નિヘતિ નિયમો અને સ્વીકૃતિ બાદ જ કરી શકાય છે. સુરક્ષા કારણોથી બહારના લોકોની એન્ટ્રી પર કડક દેખરેખ રાખવામાં આવે છે.
આ મામલાની તપાસ બાદ ડ્યૂટી પર હાજર સીટીઆઈ ગિરીશ કુમારની બેદરકારી સામે આવી છે. આ જ કારણથી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે હવે એ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે ડેકોરેટરને કોચમાં પ્રવેશ કેવી રીતે મળ્યો અને આ આખી ઘટનામાં કયા કયા કર્મચારી જવાબદાર છે. તપાસના આધાર પર દોષિત થતાં કર્મચારીઓ અને લોકો વિરુદ્ધ એક્શન લેવાશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે યાત્રિઓની સુરક્ષા સાથે જોડાયેલા નિયમોમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
