News of Sunday, 24th May 2026
કર્ણાટકમાં કરુણાંતિકા : દરિયાઈ છીપ શોધવા ગયેલા ગ્રામીણો નદીમાં પ્રવાહમાં તણાયા :8 લોકોનાં કરુણ મોત
ઉત્તર કન્નડ જિલ્લાની તટ્ટે હક્કાલુ નદીમાં શિરાલી ગામના લોકો છીપલાં વીણવા માટે ઉતર્યા હતા:વરસી રહેલા વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધી ગયું અને પ્રવાહ તેજ બની ગયો

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં છીપ (મસલ્સ) એકત્ર કરવા ગયેલા ગ્રામીણો નદીના પ્રચંડ પ્રવાહમાં તણાયા હતા. આ દુર્ઘટનામાં 8 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ છે. એકબીજાને બચાવવાની લ્હાયમાં એક પછી એક લોકો નદીના ઊંડા પાણી વ્હેણમાં ગરકાવ થતા ગયા, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
ઉત્તર કન્નડ જિલ્લાની તટ્ટે હક્કાલુ નદીમાં શિરાલી ગામના લોકો છીપલાં વીણવા માટે ઉતર્યા હતા. વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધી ગયું અને પ્રવાહ તેજ બની ગયો. પ્રવાહનો અંદાજ ન આવતા કેટલાક લોકો તણાવા લાગ્યા હતા. તેમને બચાવવા જતાં અન્ય લોકો પણ નદીમાં કૂદી પડ્યા અને પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
