તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કાશ્મીરમાં સુરક્ષા કાફલાઓ માટે કલાકો સુધી ટ્રાફિક બંધઃ દર્દીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પરેશાન
એમ્બ્યુલન્સ પણ રસ્તામાં અટવાતી હોવાનો મંત્રી સકીના ઇટૂનો આક્ષેપઃ ઉપરાજ્યપાલ મનોજ સિંહાને હસ્તક્ષેપ કરવા અપીલ

જમ્મુ:કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોના કાફલાઓની અવરજવર દરમિયાન સામાન્ય વાહનવ્યવહાર રોકવામાં આવતો હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શ્રીનગર-અનંતનાગ-કુલગામ-કાજીગુંડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર ટ્રાફિક અટકાવાતાં દર્દીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પરેશાન થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરનાં આરોગ્યમંત્રી સકીના ઇટૂએ ઉપરાજ્યપાલ મનોજ સિંહાને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સુરક્ષા કાફલાઓ પસાર થાય ત્યારે વાહનચાલકોને ૧૫થી ૩૦ મિનિટ અને ક્યારેક કલાકો સુધી રાહ જોવી પડે છે. એમ્બ્યુલન્સ અટવાતાં દર્દીઓને મુશ્કેલી પડે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થાય છે.
સુરક્ષા વ્યવસ્થા જાળવવાની સાથે સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી અગવડ પડે તેવું વ્યવહારુ ટ્રાફિક સંચાલન ગોઠવવાની તેમણે માગણી કરી છે
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
