<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

છઠ્ઠ મહાપર્વને લઈને દિલ્હીમાં યમુના ઘાટ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર

ગીતાકોલોની અને સોનિયા વિહાર સહિતના મુખ્ય ઘાટ પર ટ્રાફિક પોલીસનો વિશેષ બંદોબસ્ત:પૂર્વ દિલ્હી ટ્રાફિક રેન્જના DCP શ્વેતા સિંહ ચૌહાણે ગીતાકોલોની યમુના ઘાટની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી : છઠ્ઠ મહાપર્વને લઈને દિલ્હીમાં યમુના ઘાટ પર ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. પૂર્વ દિલ્હી ટ્રાફિક રેન્જના DCP શ્વેતા સિંહ ચૌહાણે ગીતાકોલોની યમુના ઘાટની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. છઠ્ઠ મહાપર્વ દરમિયાન અર્ઘ્ય આપવા આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ગીતાકોલોની અને સોનિયા વિહાર સહિતના મુખ્ય ઘાટ પર ટ્રાફિક પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

(11:15 PM IST)