News of Tuesday, 3rd November 2026
દિવાળી પર્વે વીરતાનો નાદ ગુંજાવતું પરંપરાગત ‘દિવારી નૃત્ય’

લખનઉ: ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં દિવાળીથી ભાઈબીજ સુધી આહીર-યાદવ સમાજ દ્વારા પરંપરાગત ‘દિવારી નૃત્ય’ની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યાની પૌરાણિક સ્મૃતિ સાથે જોડાયેલા આ લોકનૃત્યમાં રંગબેરંગી પોશાકધારી કલાકારો ઢોલ-નગારાના તાલે લાઠીઓના દાવપેચ અને યુદ્ધકૌશલ્યનું રોમાંચક પ્રદર્શન કરે છે. વીરતા, ચપળતા અને પરસ્પર તાલમેલનો અદભુત સંગમ સમાન આ લોકનૃત્ય સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત, સામાજિક એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યું છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
