<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

વેપારીઓએ GST અપીલના નાણાં પરત લેવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની નોબત

વેપારીએ અપીલ કરવા માટે ૧૦ ટકા રકમ ભરવાનો નિયમ

નવી દિલ્‍હી તા.૨૬: જીએસટીમાં અપીલ કરવા માટે વેપારીએ અધિકારીએ કરેલા ઓર્ડ ઓર્ડરના ૧૦ ટકા રકમ જમા કરાવ્‍યા બાદ ૪ અપીલમાં કેસ દાખલ કરવામાં આવે છે. પરંતુ વેપારી જયારે તે કેસ જીતે ત્‍યારે અપીલ કરવા માટે ચૂકવવામાં આવેલા નાણાં પરત મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા સહિતની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેના કારણે વેપારીઓને તે નાણાં ૧૦ દિવસે મળતા હોય છે. આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે તો વેપારીને અનેક રાહત થઈ શકે તેમ છે.

વેપારીએ જીએસટી ઓછો ભર્યો હોય તેવા કિસ્‍સામાં અધિકારી દ્વારા એસેસમેન્‍ટ કરીને ટેક્‍સની રકમ ઉપરાંત વ્‍યાજ અને દંડ ભરવા માટે ઓર્ડર કરે છે. તેના આધારે વેપારીએ જીએસટી અપીલમાં જવા માટે રકમના ૧૦ ટકા જમા કરાવ્‍યા બાદ જ અપીલનો સ્‍વીકાર કરવામાં આવે છે. આ રકમ કેટલાક કિસ્‍સાઓમાં લાખ્‍ખો રૂપિયામાં હોય છે. જ્‍યારે વેપારી તે કેસ જીતી જાય ત્‍યારે વેપારીએ અપીલ કરતી વખતે ચૂકવેલા નાણાં પરત મેળવવા ૧૦ ટકા રકમ ભરવાના થાય છે. તેના બદલે વેપારીની તમામ વિગતો પોર્ટલ પર ઉપલબ્‍ધ જ છે. તેવા સંજોગોમાં વેપારી અપીલ જીતે એટલે તેના બેંક એકાઉન્‍ટમાં અથવા તો

તેના ઈલેક્‍ટ્રોનિક લેઝરમાં તે રકમ જમા આપવાની સુવિધા ઊભી કરવી જોઇએ અથવા તો વેપારીએ જે માધ્‍યમથી નાણાંની ચુકવણી કરી હોય તે માધ્‍યમથી પરત આપવામાં આવવા જોઇએ. તેના કારણે વેપારીઓને ઘણી રાહત થાય તેમ છે. સાથે સાથે વેપારીએ પણ ઓનલાઇન અરજી સહિતની પ્રક્રિયામાંથી પસાર થવાની ઝંઝટમાંથી છૂટકારો મળી શકે તેમ છે.(૩૮.૧૬)

એક ક્‍લિકથી નાણાં જમા આપી શકાય

અપીલ કરતી વખતે વેપારીએ જે રકમ ભરપાઈ કરી હોય તેમાં વેપારીનો જીએસટી નંબર, બેંક એકાઉન્‍ટ નંબર સહિતની વિગતો રજૂ કરવામાં આવી હોય છે. હવે જ્‍યારે વેપારી કેસ જીતી જાય તો તેને નાણાં પરત મેળવવા માટે અરજીના બદલે એવી સિસ્‍ટમ ગોઠવવામાં આવે કે એક જ ક્‍લીક કરવાથી નાણા વેપારીના ખાતામાં મળી જાય. જોકે વેપારીની તમામ જાણકારી પોર્ટલ પર હોય જ છે. ત્‍યારે આ સુવિધા શરૂ કરવામાં આવે તો વેપારીને નાણાં પરત મળવાના કારણે પોતાના વેપારનો વ્‍યાપ વધારવા માટે તેનો ઉપયોગ કરી શકે તેમ છે.

(10:26 AM IST)