<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

GST રજિસ્‍ટ્રેશન આપેલા સર્ટિફિકેટમાં વિસંગતતાથી ITCથી વંચિત રહેતા વેપારીઓ

ટર્નઓવર ક્રોસ કર્યાની તારીખથી રજિસ્‍ટ્રેશન મંજૂરીની વચ્‍ચેના દિવસોના વેપારમાં ચૂકવેલા જીએસટીની આઈટીસી નથી મળતી

નવી દિલ્‍હી તા.૧૨: ગુડ્‍સ એન્‍ડ સ વસ ટેક્‍સના કાયદા હેઠળ રૂા. ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદાઓ વટાવી જાય એટલે વેપારીઓએ ફરજિયાત નોંધણીના નિયમ હેઠળ વેપારીઓએ સમયસર અરજી કરી હોય તો પણ નિયમ નંબર ૧૦(૨)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વેપારીનું ટર્નઓવરની મર્યાદાને જે તારીખ વળોટી ગયું હોય તે તારીખને બદલે રજિસ્‍ટ્રેશન મંજૂર & થયા તારીખથી નોંધણીની મંજૂરી આપવામાં આવતી હોવાથી  વેપારીઓને વચગાળાની ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ ન મળતી હોવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે.

ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ ટર્નઓવર રૂા. ૪૦ લાખની લિમિટ વટાવી ગયું તે તારીખને બદલે રજિસ્‍ટ્રેશન માટે અરજી કર્યા પછી રજિસ્‍ટ્રેશનને જે તારીખે મંજૂર કરવામાં આવે તે તારીખથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ વિસંગતતાને કારણે ટર્નઓવરની લિમિટ ક્રોસ કર્યાની તારીખથી માંડીને રજિસ્‍ટ્રેશન મંજૂર કર્યાની તારીખ વચ્‍ચેના દિવસોમાં કરેલા વેપારમાં ચૂકવેલા જીએસટીની ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ વેપારીઓને મળતી જ નથી. માત્ર માલ સપ્‍લાય કરતા વેપારીઓ માટેની થ્રેસ હોલ્‍ડ લિમિટ રૂ. ૪૦ લાખના વાર્ષિક ટર્નઓવરની છે. તેમ જ સેવાઓ અને માલ બંને આપતા વેપારીઓ માટે થ્રેસ હોલ્‍ડ લિમિટે રૂ. ૨૦ લાખ વાર્ષિક ટર્નઓવરની છે. આ લિમિટ વટાવી ગયા પછી રજિસ્‍ટ્રેશન લેવું વેપારીઓ માટે ફરજિયાત છે.

વાસ્‍તવમાં વેપારીને અરજી કર્યાની

તારીખથી ૩૦ જ દિવસમાં નોંધણી  મેળવી લેવા માટે પાત્ર બની જાય છે. તેથી ટર્નઓવર મર્યાદા વટાવી તે તારીખથી નોં ણી પ્રમાણપત્ર અમલી ગણાવવું જોઈએ. પરંતુ જીએસટી પોર્ટલ અને ડિપાર્ટમેન્‍ટ દ્વારા કાયદાની આ સ્‍પષ્ટ જોગવાઈ હોવા છતાં અરજી મંજૂર થાય તે તારીખનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવતા ગુજરાત ચેમ્‍બરના પ્રમુખ રાજેશ ગાંધીનું કહેવું છે કે વેપારી અરજી કરે તેં તારીખથી તેને આપવામાં આવતું નોંધણીનું પ્રમાણપત્ર અમલમાં આવી જ જવું જોઈએ.

રજિસ્‍ટ્રેશનની નોંધણીની તારીખ ટ્ટ અલગ ગણવાથી એટલે કે અરજી કર્યાની તારીખથી નહિ, પંરતું અરજી મંજૂરીની તારીખ ગણવામાં આવતી હોવાથી વચગાળાના સમયગાળા માટેના વેપાર વહેવારો માટે વેપારીને ઈનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવવામાં તકલીફ પડે છે.પરિણામે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય છે.બે તારીખ વચ્‍ચેના ગાળામાં વેપારીઓ ગ્રાહકો પાસેથી ટેક્‍સ વસૂલી શકતા નથી. કારણ કે નોંધણી ણી નંબર મંજૂર ન થાય ત્‍યાં સુધી વેપારી સત્તાવાર રીતે જીએસટી ઈનવોઈસ ફાડી ! શકતો નથી.

પરિણામે, તે ગ્રાહક પાસેથી ટેક્‍સ એકત્રિત કરી શકતો નથી, પરંતુ પાછળથી ડિપાર્ટમેન્‍ટ તે સમયગાળાનો ટેક્‍સ તેની પાસેથી માંગે છે. ડિપાર્ટમેન્‍ટ દ્વારા નોટિસો આપીને અને દંડ કરીને વેપારીઓની પરેશાની વધારવામાં આવી રહી છે. અરજી કર્યાની તારીખ અને રજિસ્‍ટ્રેશન મંજૂર થયાની તારીખ વચ્‍ચેના ગાળામાં કરવામાં આવેલા વેપારના વ્‍યવહારોને બિન-નોંધાયેલા વેપાર તરીકે ડિપાર્ટમેન્‍ટ ગણતરીમાં લે છે. તેની સાથે જ વેપારીઓને વ્‍યાજ, પેનલ્‍ટી અને દંડ સાથેની નોટિસો પણ ફટકારે છે.

(10:19 AM IST)