<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

વેપારીઓ મનાવી રહ્યા છે ‘‘NO UPI DAY''

QR કોડ અને સાઉન્‍ડ બોકસ પર કાળુ કપડુ ઢાંકી UPI ચાર્જનો વિરોધઃ ૧૫મીથી નવા નિયમો લાગુ થઇ રહ્યાં છે : રોકડમાં જ વ્‍યવહારઃ ગુજરાત સહિત દેશભરમાં વેપારીઓ દુકાનદારોએ UPIથી ચુકવણી ન સ્‍વીકારી કર્યો વિરોધ

નવી દિલ્‍હી તા.૨: બજારોમાં આજે કંઈક અલગ જ નજારો જોવા મળી શકે છે. દુકાનો પર દેખાતા UPi QR કોડ કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળશે અને વેપારીઓ ડિજિટલ પેમેન્‍ટ સ્‍વીકારશે નહીં. sMDR ચાર્જના વિરોધમાં ગુજરાતના વેપારીઓએ આજે ‘NO UPI DAY'નું એલાન કર્યું છે, જેમાં ૬૦૦થી વધુ ટ્રેડ યુનિયન જોડાઈને વિરોધ નોંધાવશે.સામાન્‍ય રીતે  બજારમાં ખરીદી કર્યા બાદ ગ્રાહકના હાથમાં રોકડ હોય કે ન હોય, મોબાઇલથી QR કોડ સ્‍કેન કરીને સેકન્‍ડોમાં પેમેન્‍ટ થઈ જાય છે. પરંતુ આજે એટલે કે ૨ ઓક્‍ટોબરે અમદાવાદ સહિત ગુજરાતના અનેક બજારોમાં આ લ્લશ્‍ય બદલાયેલું જોવા મળી શકે છે. વેપારીઓએ UPI પેમેન્‍ટનો વિરોધ નોંધાવવા માટે QR કોડને કાળા કપડાથી ઢાંકવાનો નિર્ણય લીધો છે. આ સાથે આજે વેપારીઓ ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્‍ટ સ્‍વીકારશે નહીં.

MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં ગુજરાતના વેપારી સંગઠનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓએ આજના દિવસને ‘NO UPI DAY' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં ૬૦૦થી વધુ ટ્રેડ યુનિયન આ વિરોધમાં જોડાશે. અગાઉ જાહેર થયેલી માહિતી મુજબ, રાજ્‍યના શહેરો ઉપરાંત નાના શહેરો અને ગામડાંના વેપારી સંગઠનો પણ આ વિરોધમાં ભાગ લેવાના છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા UPI મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્‍યો છે, જેથી નવા નિયમો ૧૫ ઓક્‍ટોબરથી લાગુ થવાના છે. પરંતુ કેન્‍દ્ર સરકારના આ નિર્ણયનો ટ્રેડર્સ યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમ પ્રમાણે ૨,૦૦૦થી વધુની પસંદગીની મર્ચન્‍ટ પેમેન્‍ટ પર ૦.૪ ટકા અને કેપિટલ માર્કેટ-મ્‍યુચ્‍યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્‍ઝેક્‍શન પર ૦.૦૨ ટકાનો પ્‍ઝય્‍ નિર્ધારિત કરવામાં આવ્‍યો છે, જો કે, ૨૦૦૦થી નીચેના મર્ચન્‍ટ પેમેન્‍ટ પર કોઈ ચાર્જ નહીં લાગે અને પર્સન ટુ પર્સન ચાર્જ પણ ફ્રી રહેશે. પરંતુ મૂળ વિવાદ મર્ચન્‍ટ પેમેન્‍ટનો થઈ રહ્યો છે. વેપારીઓ આનો સખત વિરોધ કરી રહ્યાં છે.

મર્ચન્‍ટ પેમેન્‍ટ પર ચાર્જ લગાવીને સરકાર વેપારીઓને હેરાન કરવા માંગે છે તેવા આક્ષેપ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્‍ભ્‍ત્‍ના નવા નિયમો પ્રમાણે પર્સન ટુ પર્સન રૂપિયા ટ્રાન્‍સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે! આ સાથે ૨૦૦૦ સુધી ગ્રાહક દ્વારા દુકાનદારને કરવામાં આવતી ઓનલાઈન ચૂકવણી પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. જો કે, ૨૦૦૦ થી વધુના ટ્રાન્‍ઝેક્‍શન પર ૦.૪ ટકા ટેક્‍સ કે ચાર્જ આપવાનો રહેશે. આ સાથે જો ઓનલાઈન ટ્રાન્‍ઝેક્‍શન ૭૫ હજાર કે તેનાથી વધારે હશે તો પ્રત્‍યેક ટ્રાન્‍ઝેક્‍શન પર ૩૦૦ રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. નવા નિયમ પ્રમાણે ટેલિકોમ સર્વિસ, વીમા, ઈંધણ  અને રેલવે જેવી કેટેગરીમાં ૨૦૦૦ થી વધુંના ટ્રાન્‍ઝેક્‍શન પર પ્રતિ ટ્રાન્‍ઝેક્‍શને ૫ રૂપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે.

વિરોધના ભાગરૂપે વેપારીઓ પોતાની દુકાનોમાં લગાવવામાં આવેલા UPI QR કોડ અને અન્‍ય ડિજિટલ પેમેન્‍ટના સાધનોને કાળા કપડાથી ઢાંકશે. આ રીતે વેપારીઓ MDR ચાર્જ સામે પોતાનો વિરોધ નોંધાવશે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અભિયાનમાં જોડાવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે. આજે જે વેપારીઓ વિરોધમાં જોડાશે તેઓ UPIથી પેમેન્‍ટ સ્‍વીકારશે નહીં. એટલે ગ્રાહકોને ખરીદી કરવા માટે રોકડ અથવા અન્‍ય ઉપલબ્‍ધ પેમેન્‍ટ વિકલ્‍પનો ઉપયોગ કરવો પડી શકે છે. ખાસ કરીને એવા વેપારીઓ કે જ્‍યાં સામાન્‍ય રીતે UPIથી મોટી રકમના વ્‍યવહારો થતા હોય, ત્‍યાં આ વિરોધની સીધી અસર જોવા મળી શકે છે.

વેપારીઓનો વિરોધ MDR એટલે કે Merchant Discount Rate ચાર્જને લઈને છે. કેન્‍દ્રના જાહેર કરાયેલા માળખા મુજબ, રૂા.૨,૦૦૦થી વધુના પાત્ર P2M એટલે કે ગ્રાહકથી વેપારી UPI વ્‍યવહારો પર ૦.૪ ટકા MDR લાગુ થવાનો છે. રૂા.૭૫,૦૦૦ કે તેથી વધુના ઊંચી કિમતના વ્‍યવહારો માટે MDR પ્રતિ વ્‍યવહાર રૂા.૩૦૦ સુધી મર્યાદિત રહેશે. જોકે P2P વ્‍યવહારો પર ચાર્જ નહીં રહે અને નાના વેપારીઓ માટે ચોક્કસ શૂન્‍ય-પ્‍ઝય્‍ જોગવાઈ પણ છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે વધારાનો ચાર્જ વેપારીઓના ખર્ચ અને નફાના માર્જિન પર અસર કરી શકે છે. ખાસ કરીને નાના અને મધ્‍યમ વેપારીઓ માટે વધારાનો વ્‍યવહાર ખર્ચ મહત્‍વનો મુદ્દો બની શકે છે. આ જ મુદ્દાને લઈને આજે રાજ્‍યભરમાં પ્રતીકાત્‍મક રીતે UPI પેમેન્‍ટ બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(10:49 AM IST)