તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
‘દેશમાં જ ફરવા જાઓ' ટ્રેન્ડથી આબુમાં પ્રવાસીઓ ઉમટયા
ઇરાન યુદ્ધ,વિદેશ પ્રવાસ ખર્ચ વધતાં ગુજરાતીઓ ડોમેસ્ટિક ટૂરિઝમ તરફ વળ્યા : ચારધામની યાત્રાએ મોટી સંખ્યામાં લોકો રવાના, દેશના હિલ સ્ટેશનો, દરિયાકાંઠાના સ્થળો પર ભીડ વધીઃ સામાન્ય દિવસોમાં રૂ.૫૦૦માં મળતા રૂમના ભાવ સીધા રૂપિયા ૧,૫૦૦ વસૂલાયા, વડાપ્રધાન મોદીના ‘વોકલ ફોર લોકલ' આહવાનની અસર

માઉન્ટઆબુ,તા.૧૮: ઉનાળાની રજાઓ શરૂ થતાં રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાત સહિત દેશભરમાંથી હજારો પ્રવાસીઓ ઉમટી પડયા છે. ગુજરાતમાંથી હજારો પરિવારોએ માઉન્ટ આબુ તરફ રવાના થવાનું પસંદ કર્યું છે. બીજી તરફ, પヘમિ એશિયામાં યુદ્ધના માહોલને કારણે વિદેશ પ્રવાસ અંગે લોકોમાં અનિヘતિતા વધી છે, જેથી તેઓ આ વર્ષે દેશના વિવિધ પર્યટન સ્થળો તરફ વળ્યા છે. હાલ ચારધામ યાત્રા માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ હિલ સ્ટેશનો, દરિયાકાંઠાના પર્યટન સ્થળો લોકોની પસંદ બની રહ્યા છે.
પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય ફલાઈટના ભાડા, વિઝા પ્રક્રિયા અને સુરક્ષા ચિતાઓને કારણે મધ્યમવર્ગીય પરિવારો હવે દેશમાં ફરવું વધુ સુરક્ષિત અને સસ્તું સસ્તું માનવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાતીઓને નજીક પડતું અને ઠંડકવાળું સ્થળ હોવાથી માઉન્ટ આબુ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હોટેલ એસોસિએશનના અંદાજ મુજબ વીકએન્ડ દરમિયાન માઉન્ટ આબુની ઘણી હોટેલો અને રિસોર્ટ્સ ૯૦ ટકા સુધી બુક થઈ ગયા છે. નખી લેક, ગુરુ શિખર, દિલવાડા જૈન મંદિર અને સનસેટ પોઈન્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. વાહનોની સંખ્યા વધતાં શહેરના પ્રવેશદ્વારોએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. હોટેલોમાં સામાન્ય રૂમના ભાડા જે અગાઉ રૂ. ૫૦૦ હતા તે વધીને સીધા રૂ. ૧,૫૦૦ સુધી પહોંચી ગયા છે, જ્યારે સામાન્ય રીતે રૂ. ૧,૦૦૦ થી ૧,૫૦૦ માં મળતા રૂમના ભાડા સીધા વધીને રૂ. ૪,૦૦૦ સુધી પહોંચી ગયા છે.
‘વોકલ ફોર લોકલ'ના સંદેશાની અસર
પ્રવાસન નિષ્ણાતો કહે છે કે પીએમ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં 'વોકલ ફોર લોકલ' અને 'દેશના પ્રવાસન સ્થળોને પ્રાથમિકતા આપો' જેવા સંદેશાઓ અપાયા બાદ ડોમેસ્ટિક ટૂરિઝમમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો હવે વિદેશી પ્રવાસની જગ્યાએ દેશના કુદરતી અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની કાર, ખાનગી ટ્રાવેલ્સ બસો અને ટ્રેનો મારફતે માઉન્ટ આબુ જઈ રહ્યા છે. ટ્રાવેલ ઓપરેટરો મુજબ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદથી માઉન્ટ આબુ માટેના પેકેજ બુકિગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ફેમિલી ટૂર, સ્કૂલ વેકેશન ટૂર અને યુવા ગ્રુપ્સનો ટ્રેન્ડ
ખાસ કરીને ફેમિલી ટૂર, સ્કૂલ વેકેશન ટૂર અને યુવા ગ્રુપ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વેપારીઓ માટે પણ આ સિઝન કમાણીનો સારો મોકો બની છે. હોટેલ, રેસ્ટોરન્ટ, હેન્ડીક્રાફટ માર્કેટ અને સ્થાનિક ટેક્સી વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે કોરોના બાદ હવે ફરી એકવાર માઉન્ટ આબુમાં જૂના દિવસો જેવી ભીડ જોવા મળી રહી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
