તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં ધરખમ ઘટાડો
ઈંધણની અછત, મોંઘવારી અને કાળઝાળ ગરમીનો બેવડી માર

નવી દિલ્હી તા.૨૯: વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ, વધતી જતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલની વર્તમાન અછત અને આકાશમાંથી વરસતા કાળઝાળ તાપના કારણે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશનમાં કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. દર વર્ષે ઉનાળાની રજાઓમાં માંડવીના દરિયાકાંઠે, ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ અને આસપાસના પર્યટન કેન્દ્રો પર સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ બદલાયું છે. પ્રવાસન સ્થળો પર હાલ સ્થાનિક લોકો સિવાય કચ્છ બહારના પ્રવાસીઓની સંખ્યા નહિવત જેવી જોવા મળી રહી છે.
સ્થાનિક વેપારીઓ અને રોજગારધંધા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે માંડવીના રમણીય બીચ સહિતના સ્થળો પર માત્ર ૩૦થી ૪૦ ટકા જ પ્રવાસીઓ આવ્યા છે, જેને પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
