<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

જ્યાંથી મમતાનો રાજકીય સૂર્યોદય થયેલ, તે જ કોલકોત્તા પરેડ ગ્રાઉન્ડમાં કાલે ભાજપના નવા મુખ્યમંત્રી લેશે શપથ

*કોલકાતાના હાર્દ સમાન આ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પૂર્વ ભારતમાં સૌથી મોટું ખુલ્લું મેદાન છે. ૧૯મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લશ્કરી કવાયત માટે તૈયાર કરાયેલા આ મેદાને સ્વતંત્રતા સંગ્રામની અનેક ઐતિહાસિક સભાઓ જોઈ છે. જ્યોતિ બસુ અને ત્યારબાદ મમતા બેનર્જીએ અહીં લાખો લોકોની મેદની ભેગી કરીને સત્તાના સમીકરણો બદલ્યા હતા*

ગ્રેટ ત્રણ કોલમ બોક્સ

 

કોલકોતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં એક અત્યંત મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતા અને રાજ્યના સૌપ્રથમ ભાજપ મુખ્યમંત્રીનો ભવ્ય શપથગ્રહણ સમારોહ કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ એ જ ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ છે જ્યાંથી દાયકાઓ પહેલા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ડાબેરી પક્ષોના શાસન સામે રણશિંગુ ફૂંકીને પોતાનો રાજકીય સૂરજ ઉગાડ્યો હતો. હવે કાળચક્ર ફર્યું છે અને એ જ મેદાન પર આવતીકાલે રવિન્દ્ર જયંતીના દિવસે ભાજપ પોતાના શાસનનો વિધિવત પ્રારંભ કરવા જઈ રહ્યું છે. 

 

કોલકાતા શહેરના હાર્દ સમાન આ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ લગભગ ૪૦૦ એકરમાં ફેલાયેલું છે અને તે પૂર્વ ભારતમાં સૌથી મોટું ખુલ્લું મેદાન છે. ૧૯મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લશ્કરી કવાયત માટે તૈયાર કરાયેલા આ મેદાને સ્વતંત્રતા સંગ્રામની અનેક ઐતિહાસિક સભાઓ જોઈ છે. અગાઉ ડાબેરી નેતા જ્યોતિ બસુ અને ત્યારબાદ મમતા બેનર્જીએ અહીં લાખો લોકોની મેદની ભેગી કરીને સત્તાના સમીકરણો બદલ્યા હતા. હવે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના પ્રથમ મુખ્યમંત્રીના શપથ માટે આ જ ઐતિહાસિક સ્થળની પસંદગી કરીને બંગાળની જનતાને એક બહુ મોટો રાજકીય અને સાંસ્કૃતિક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. 

 

શપથવિધિ માટે મેદાનમાં ૫૦ હજારથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(9:45 AM IST)