<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

એલપીજી ગેસ કનેક્શનધારકો માટે આજે છેલ્લી તક, સમયમર્યાદામાં ઈ-કેવાયસી નહીં કરાવો તો સબસિડી અટકશે

સોળમી ઓગસ્ટ સુધીમાં ફરજિયાત બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે નહીંતર ઘરેલુ સિલિન્ડરના નાણાકીય લાભો ગુમાવવાનો વારો આવશે

નવી દિલ્હી: ઘરેલું એલપીજી સિલિન્ડર વાપરતા લાખો ગ્રાહકો માટે સોળ ઓગસ્ટનો દિવસ અત્યંત મહત્વનો છે કારણ કે તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આધાર આધારિત બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ કરવાની આજે છેલ્લી તક આપવામાં આવી છે, જેથી ગ્રાહકોએ કોઈપણ વિલંબ વગર પોતાની ગેસ એજન્સી અથવા મોબાઈલ એપના માધ્યમથી આ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી લેવી અનિવાર્ય છે.

વિવિધ ઓઇલ કંપનીઓ અને સરકારના જણાવ્યા અનુસાર, જો ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂરી નહીં કરે તો ગેસ કનેક્શન સીધું રદ થવાનું નથી, પરંતુ સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરનો નાણાકીય લાભ મેળવવામાં ભારે અડચણો ઊભી થઈ શકે છે અને સામાન્ય બજાર કિંમતે સિલિન્ડર ખરીદવાનો વારો આવી શકે છે, જેનાથી પારિવારિક બજેટ પર સીધી અસર પડશે.

આ પ્રક્રિયા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સિલિન્ડર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો અને ડુપ્લિકેટ કનેક્શનો કે કાળાબજારીને અટકાવવાનો છે. ગ્રાહકો પોતાની સંબંધિત ગેસ કંપનીની સત્તાવાર મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરીને અથવા નજીકની ગેસ એજન્સી પર રૂબરૂ જઈને બાયોમેટ્રિક મશીન દ્વારા સરળતાથી પોતાનું વેરિફિકેશન કરાવી શકે છે.

માર્ચ ૨૦૨૬થી ફરજિયાત બનેલા આ નિયમ અંતર્ગત હજુ પણ અનેક ગ્રાહકોનું વેરિફિકેશન બાકી છે, ત્યારે કંપનીઓ દ્વારા સતત એસએમએસ મોકલીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. અંતિમ ઘડીની મુશ્કેલીઓ અને આર્થિક નુકસાનથી બચવા માટે તમામ સંબંધિત ઉપ્તભોક્તાઓએ આજે જ પોતાના ઈ-કેવાયસીનું સ્ટેટસ ઓનલાઇન અથવા ઓફલાઇન ચકાસીને પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.

(11:22 AM IST)