<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, નીતિન ગડકરીજીનો આજે જન્‍મ દિવસ

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજ માર્ગ મંત્રી, તથા બીજેપી ના માજી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી નીતિનભાઈ ગડકરી નો આજે જન્‍મ દિવસ છે.

પૂરું નામ નીતિન જયરામ ગડકરી , તેમનો જન્‍મ ૨૭ મે ૧૯૫૭ ના રોજ નાગપુર ખાતે થયો હતો, તેમણે કોમર્સ અને કાયદા ક્ષેત્રે અભ્‍યાસ કર્યો અને સમાજસેવા ના કામે લાગ્‍યા, નીતિન ભાઈની  રાજકીય સફર જોઈએ તો તેમણે રાજકીય કારકિર્દી વિદ્યાર્થી આંદોલનથી શરૂ કરી હતી, તેઓ પછી મહારાષ્‍ટ્રમાં ભાજપના મહત્‍વપૂર્ણ નેતા બન્‍યા, તેમની રાજકીય જવાબદારી ઓ ને ટૂંક માં જોઈએ તો મહારાષ્‍ટ્ર માં જાહેર કામ મંત્રી, ત્‍યાર બાદ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ દરમ્‍યાન તેવો  ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રહ્યા, ત્‍યાર બાદ નરેન્‍દ્રભાઈ ની સરકાર બનતા તેઓ ભારત સરકારમાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી બન્‍યા તેમજ જળ પરિવહન, એમએસએમઆઇ વગેરે મંત્રાલયોની જવાબદારી પણ સંભાળી.

નીતિન ભાઈની મુખ્‍ય સિદ્ધિઓ જોઈએ તો તેમણે  હાઈવે અને એક્‍સપ્રેસવે વિકાસ માટે ખુબ જ પ્રશંશનીય કામગીરી કરી, ભારતમાં રોડ નિર્માણની ગતિ ખૂબ વધારવામાં તેમનો મોટો ફાળો માનવામાં આવે છે, જેમાં મુખ્‍ય પ્રોજેક્‍ટ , દિલ્‍હી -- મુંબઈ એક્‍સપ્રેસ વે, મુંબઈ -- નાગપુર સમળધ્‍ધિ મહામાર્ગ તેમજ ભારતમાળા પ્રોજેક્‍ટ, ગ્રીન એક્‍સપ્રેસવે યોજના મુખ્‍ય ગણાય છે.

આ ઉપરાંત નીતિન ભાઈ ગ્રીન અને વૈકલ્‍પિક ઇંધણ ને પ્રોત્‍સાહન આપે છે, તેઓ ઇથાનોલ, બાયો-ફયુઅલ, ઇલેક્‍ટ્રિક વાહનો અને ગ્રીન હાઈડ્રોજન જેવા વિકલ્‍પો ઉપર વધુ ભાર આપે છે, તેવો સમય સર -ોજેક્‍ટ પુરા કરાવે છે, તેવો સતત નવી ટેક્રોલોજી અને નવીનતા અપનાવે છે  તેઓ ખેતી અને ગ્રામ વિકાસ વિષયો પ્રત્‍યે ખાસ રસ ધરાવે છે, તેમણે પોતાના મત વિસ્‍તાર નાગપુર માં અનેક વિકાસ કાર્યો કર્યા છે , તેવો ‘‘પરફોર્મન્‍સ આધારિત રાજકારણ'' માટે જાણીતા છે.

નીતિન ગડકરી તેમના હાસ્‍યસભર અને સીધા ભાષણ માટે જાણીતા છે. તેઓ ઘણી વખત વિકાસ આધારિત રાજકારણ પર ભાર મૂકે છે, તેમનું ભાષણ સ્‍પષ્ટ અને વ્‍યવહારું હોય છે, તેમની  વ્‍યક્‍તિગત છબીને જોઈએ તો,સાદગીપૂર્ણ જીવનશૈલી, વિકાસવાદી નેતા તરીકે ઓળખ ઝડપી નિર્ણયક્ષમતા ધરાવે છે, તેઓ વિવિધ પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ પણ ધરાવે છે. નીતિનભાઈ આજે યશસ્‍વી કારકિર્દી ના ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦ માં વર્ષ માં મંગળ પ્રવેશ રહ્યા છે, આ વેળા એ તેમને જન્‍મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ..

(3:55 PM IST)