<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સોનમ વાંગચુકનો ઉપવાસનો આજે ૧૯મો દિવસ : કોણ છે સોનમ વાંગચુક...??

શા માટે બેઠા છે ઉપવાસ ઉપર....??, રાજકીય પ્રેરિત ઉપવાસ છે કે......??, કોણ કોણ સમર્થનમાં સાથે આવ્‍યું.....?? : આમિર ખાનની સુપરહિટ ફિલ્‍મ થ્રી ઇડિયટ્‍સમાં દર્શાવાયેલ ‘‘ફુન્‍સુખ વાંગડુ'' પાત્ર માટે સોનમ વાંગચુકના જીવનમાંથી પ્રેરણા લેવામાં આવી હોવાનું મનાય છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : હાલમાં સોનમ વાંગચુક દિલ્‍હીના જંતર-મંતર ખાતે અનિヘતિ ઉપવાસ પર બેઠા છે. આ વખતે તેમનો ઉપવાસ મુખ્‍યત્‍વે NEET-UG 2026 પરીક્ષા પેપર લીક અને અન્‍ય પરીક્ષા ગેરરીતિઓ સામે જવાબદારી નક્કી કરવાની માંગને સમર્થન આપવા માટે છે . તેઓ કહે છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે થયેલી ગેરરીતિ માટે જવાબદારી નક્કી થવી જોઈએ.

સોનમ વાંગચુકે  મુખ્‍ય માંગણી કરી છે કે કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન રાજીનામું આપે. પરીક્ષા વ્‍યવસ્‍થામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે સુધારા કરવામાં આવે, પરીક્ષા ગેરરીતિઓથી પ્રભાવિત વિદ્યાર્થીઓને ન્‍યાય મળે તે માટે પગલાં લેવામાં આવે અને સંસદમાં આ મુદ્દે ગંભીર ચર્ચા થાય.

મળતી માહિતી અનુસાર તેઓ ૨૮ જૂનથી ઉપવાસ પર છે અને આજે ૧૬મી જુલાઈના રોજ ૧૯મો દિવસ છે. આ સમય દરમ્‍યાન તેમનું વજન આશરે ૮.૯  કિલો જેટલું ઘટયું છે અને ડૉક્‍ટરોએ તેમની તબિયત અંગે ચિંતા વ્‍યક્‍ત કરી રહ્યા છે. દિલ્‍હી હાઈકોર્ટે પણ તેમની તબીબી સંભાળ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્‍યો છે.

આ વેળાએ આપણા અનેક વાચકોને સવાલ થાય કે કોણ છે આ સોનમ વાંગચુક ....??? તો આવો આપણે જાણીએ કે કોણ છે આ સોનમ વાંગચુક , તેઓ ભારતના જાણીતા શિક્ષણ સુધારક, એન્‍જિનિયર, પર્યાવરણ પ્રેમી અને સામાજિક કાર્યકર તરીકે સોનમ વાંગચુકનું નામ સમગ્ર વિશ્વમાં આદર સાથે લેવામાં આવે છે. તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન લદ્દાખના લોકોના હિત, શિક્ષણમાં સુધારા, પર્યાવરણના સંરક્ષણ અને યુવાનોના ભવિષ્‍ય માટે સતત કાર્ય કર્યું છે.

સોનમ વાંગચુકનો જન્‍મ ૧લી સપ્‍ટેમ્‍બર, ૧૯૬૬ ના રોજ લદ્દાખના અલચી ગામમાં થયો હતો. તેમના ગામમાં શાળા ન હોવાથી તેઓ લગભગ નવ વર્ષની ઉંમર સુધી ઘરે જ માતા પાસેથી શિક્ષણ મેળવતા હતા,  ત્‍યારબાદ તેઓ શ્રીનગરમાં અભ્‍યાસ માટે ગયા. શરૂઆતમાં ભાષાની મુશ્‍કેલી અને નવા વાતાવરણને કારણે તેમને ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો. પરંતુ તેમણે હિંમત હારી નહીં અને આગળ વધતા રહ્યા, બાદમાં તેમણે શ્રીનગરની નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્રોલોજીમાંથી મિકેનિકલ એન્‍જિનિયરિંગ પૂર્ણ કર્યું.

અભ્‍યાસ પૂર્ણ કર્યા પછી ૧૯૮૮માં તેમણે સ્‍ટુડન્‍ટ્‍સ એજ્‍યુકેશન એન્‍ડ કલ્‍ચરલ મૂવમેન્‍ટ ઓફ લદાખ (SECMOL) નામની સંસ્‍થાની સ્‍થાપના કરી. આ સંસ્‍થાનો હેતુ લદ્દાખના વિદ્યાર્થીઓને માત્ર પુસ્‍તક પૂરતુ જ્ઞાન નહીં પરંતુ જીવન ઉપયોગી કૌશલ્‍ય, આત્‍મનિર્ભરતા અને પ્રયોગાત્‍મક શિક્ષણ આપવાનો હતો. આજે SECMOL સમગ્ર વિશ્વમાં વૈકલ્‍પિક શિક્ષણના સફળ મોડેલ તરીકે ઓળખાય છે, ૧૯૯૦ના દાયકામાં તેમણે સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણ માટે અનેક સુધારા શરૂ કર્યા. ‘‘ઓપરેશન ન્‍યૂ હોપ'' જેવા અભિયાન દ્વારા વિદ્યાર્થીઓના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થયો. તેમણે શિક્ષણને સ્‍થાનિક સંસ્‍કળતિ અને પર્યાવરણ સાથે જોડવાનો સફળ પ્રયાસ કર્યો.

લદ્દાખમાં પાણીની અછત દૂર કરવા માટે તેમણે આઈસ સ્‍તૂપા  (Ice Stupa) નામની અનોખી ટેકનોલોજી વિકસાવી, શિયાળામાં બરફનો વિશાળ સ્‍તૂપ તૈયાર કરવામાં આવે છે. જે ઉનાળામાં ધીમે ધીમે પીગળી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે, આ શોધને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ખૂબ જ પ્રશંસા મળી.

આપણને આヘર્ય થશે પરંતુ ૨૦૦૯માં આવેલી આમિર ખાનની સુપરહિટ ફિલ્‍મ થ્રી ઇડિયટ્‍સમાં દર્શાવાયેલ ‘ફુન્‍સુખ વાંગડુ' પાત્ર માટે સોનમ વાંગચુકના જીવનમાંથી  પ્રેરણા લેવામાં આવી હોવાનું વ્‍યાપક રીતે માનવામાં આવે છે. જો કે તેમણે સ્‍પષ્ટ કર્યું હતું કે ફિલ્‍મનું પાત્ર સંપૂર્ણપણે તેમના જીવન પર આધારિત નથી અને તેમણે આ બાબતે કોઈ કાનૂની વિવાદ કર્યો નહોતો.

લોકહિત માટે તેમણે કરેલા કાર્ય બદલ તેમને અનેક પ્રતિષ્‍ઠિત પુરસ્‍કારો મળ્‍યા છે. જેમાં ૨૦૧૮નો રેમન મેગ્‍સેસે એવોર્ડ, ૨૦૧૬નો રોલેક્‍સ એવોર્ડ ફોર એન્‍ટરપેઇઝિસ , ૨૦૧૭નો ગ્‍લોબલ એવોર્ડ ફોર Global Award for Sustainable Architecture જેવા અન્‍ય  સન્‍માનોનો સમાવેશ થાય છે. સોનમ વાંગચુકે લદ્દાખને બંધારણીય સુરક્ષા, પર્યાવરણનું રક્ષણ, સ્‍થાનિક રોજગાર અને વિકાસ માટે  અનેક શાંતિપૂર્ણ આંદોલનો કર્યા. ૨૦૨૪માં તેમણે ૨૧ દિવસનો ‘ક્‍લાઈમેટ ફાસ્‍ટ' કર્યો અને બાદમાં લદ્દાખથી દિલ્‍હી સુધી પદયાત્રા પણ કરી. તેમના આંદોલનનો મુખ્‍ય હેતુ લદ્દાખના કુદરતી સંસાધનો અને સ્‍થાનિક લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો હતો.

હાલમાં તેઓ જૂન ૨૦૨૬થી તેઓ નવી દિલ્‍હીના જંતર-મંતર ખાતે અનિヘતિ ઉપવાસ પર બેઠા છે. તેઓ પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગેરરીતિઓ, ખાસ કરીને NEET પેપર લીક મુદ્દે પારદર્શિતા, જવાબદારી અને શિક્ષણ વ્‍યવસ્‍થામાં સુધારાની માંગ કરી રહ્યા છે. તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવી છે.  સોનમ વાંગચુક માત્ર એક એન્‍જિનિયર કે શિક્ષક નથી, પરંતુ વિચારક, નવપ્રવર્તક અને સમાજસુધારક છે.  તેઓ માને છે કે સાચું શિક્ષણ વ્‍યક્‍તિને માત્ર નોકરી માટે નહીં, પરંતુ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. તેઓ હંમેશા અહિંસા, શાંતિ, વૈજ્ઞાનિક વિચારસરણી અને પર્યાવરણ પ્રત્‍યેની જવાબદારીનો સંદેશ આપે છે.

હાલના તેમના ઉપવાસ અંગે રાજકીય પાર્ટીની ગતિવિધિ જોઈઅ,ે જેમાં સૌ પ્રથમ બીજેપીનું વલણ સમજીએ તો અત્‍યાર સુધી કેન્‍દ્ર સરકાર અથવા ભાજપ તરફથી સોનમ વાંગચુકની તમામ માંગણીઓ સ્‍વીકારવામાં આવી હોય તેવી સ્‍થિતિ નથી. સરકારનું કહેવું છે કે પરીક્ષા ગેરરીતિઓ સામે તપાસ અને કાર્યવાહી થઈ રહી છે અને જરૂરી સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે આંદોલનકારીઓ અને સરકાર વચ્‍ચે માંગણીઓ અંગે મતભેદ યથાવત જણાઈ રહ્યા છે.

જેની સામે કોંગ્રેસનું વલણ જોઈએ તો કોંગ્રેસના ઘણા નેતાઓએ સોનમ વાંગચુકના મુદ્દાઓ પ્રત્‍યે સહાનુભૂતિ વ્‍યક્‍ત કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ખુલ્લો પત્ર લખીને તેમના મુદ્દાઓને મહત્‍વના ગણાવ્‍યા, પરંતુ સાથે તેમના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ઉપવાસ સમાપ્ત કરવાની પણ અપીલ પણ કરી છે. રાહુલ ગાંધીને આંદોલનકારીઓએ આમંત્રણ આપ્‍યું હતું, પરંતુ અત્‍યાર સુધી તેઓ વ્‍યક્‍તિગત રીતે મુલાકાતે પહોંચ્‍યાની પુષ્ટિ થયેલ નથી.

આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ આંદોલનને સમર્થન આપ્‍યું છે. અરવિંદ કેજરીવાલે જંતર-મંતર જઈ સમર્થન વ્‍યક્‍ત કરવાની જાહેરાત કરી હતી અને સાથે સોનમ વાંગચુકને આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી, તો આતિશીએ જાહેરમાં સમર્થન વ્‍યક્‍ત કર્યું છે.

જ્‍યારે તળણમૂલ કોંગ્રેસની મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સહિત કેટલાક અન્‍ય વિરોધ પક્ષના નેતાઓએ પણ સમર્થન વ્‍યક્‍ત કર્યું છે અને તેમના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા દર્શાવી છે. રાજકારણ સિવાય અભિનેત્રી સ્‍વરા ભાસ્‍કર જંતર-મંતર પહોંચી હતી. ઉપરાંત શબાના આઝમી, સોની રાજદાન, ઝીનત અમાન, નસીરુદ્દીન શાહ અને અન્‍ય અનેક જાણીતી હસ્‍તીઓએ જાહેરમાં સમર્થન વ્‍યક્‍ત કર્યું છે.

જોકે આ ઉપવાસને સોનમ વાંગચુકે જાહેરમાં કહ્યું છે કે ‘‘આ મંચને કોઈ રાજકીય રંગ નથી'' અને તેઓ આંદોલનને કોઈ એક પક્ષ સાથે જોડીને ન જોવાની અપીલ કરે છે. તેમના કહેવા મુજબ મુદ્દો શિક્ષણ વ્‍યવસ્‍થામાં જવાબદારી અને સુધારાનો છે, પક્ષીય રાજકારણનો નહીં.

(3:48 PM IST)