<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ભારત રત્‍નડો. એ.પી.જે. અબ્‍દુલ કલામની આજે ૧૧મી પુણ્‍યતિથિ

સાદગી, વિજ્ઞાન અને રાષ્ટ્રસેવાનું અમર પ્રતીક : સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે કરોડો દેશવાસીઓની નમન સાથે ભાવભરી શ્રદ્ધાંજલીઃ ઇસરોમાં આપ્‍યું અનેરું યોગદાન, મિસાઈલ મેન ઓફ ઈન્‍ડિયા તરીકે ઓળખાયા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા..) વાપી : સાદગી, વિજ્ઞાન અને રાષ્ટ્ર સેવાનું અમર પ્રતીક સપના એ નથી જે ઊંઘમાં આવે, સપનાએ છે જે તમને ઊંઘવા ન દે. આવા પ્રેરણાદાયી વાક્‍ય ના સર્જક ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને કરોડો યુવાનો ના પ્રેરણાષોત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ ની આજે ૨૭ મી જુલાઈ ના રોજ પુણ્‍યતિથિ છે, આ વેળા એ  સમગ્ર દેશ તેમને ભાવભીની શ્રદ્ધાંજાલિ અર્પણ કરે છે.

આવો આપણે આ વેળા એ તેમના જીવન વિશે જોઈએ તો ડો. અબુલ પાકીર જૈનુલાબ્‍દીન અબ્‍દુલ કલામ નો જન્‍મ ૧૫ ઓક્‍ટોબર, ૧૯૩૧ ના રોજ તમિલનાડુ ના રામેશ્વરમ ખાતે એક સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારમાં થયો હતો , તેમના પિતા જૈનુલાબ્‍દીન હોડી ચલાવવા નો વ્‍યવસાય કરતા હતા, જ્‍યારે માતા આશિયામ્‍મા ગૃહિણી હતા. પરિવાર ની આર્થિક સ્‍થિતિ નબળી હોવા છતાં કલામજી એ બાળપણ થી જ મહેનત, શિસ્‍ત અને શિક્ષણ ને જીવન નો આધાર બનાવ્‍યો ,  અભ્‍યાસ દરમિયાન તેઓ અખબાર વેચી ને પોતાના પરિવાર ને મદદ પણ કરતા હતા.

ડો.અબ્‍દુલ કલામ જી ની શિક્ષણ અને વૈજ્ઞાનિક કારકિર્દીની શરૂઆત જોઈએ તો પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે તિરુચિરાપલ્‍લી ની સેન્‍ટ જોસેફસ કોલેજમાં થી ભૌતિકશાષમાં સ્‍નાતકની પદવી મેળવી , ત્‍યારબાદ મદ્રાસ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માં થી એરોસ્‍પેસ એન્‍જિનિયરિગ નો અભ્‍યાસ પૂર્ણ કર્યો , ૧૯૬૦ માં તેમણે  ડિફેન્‍સ રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન  ( DRDO ) માં વૈજ્ઞાનિક તરીકે કારકિર્દી ની શરૂઆત કરી.

ડો કલામ ૧૯૬૯ માં  ઈસરો   (ISRO ) સાથે જોડાયા , ભારત ના પ્રથમ સ્‍વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SLV-3ના પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર તરીકે તેમણે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી

૧૮ જુલાઈ, ૧૯૮૦ના રોજ ભારતે સફળતાપૂર્વક રોહિણી ઉપગ્રહને અવકાશમાં સ્‍થાપિત કર્યો ,  આ સિદ્ધિ એ ભારત ને અવકાશ ક્ષેત્રે આત્‍મનિર્ભર બનાવવા ની દિશા માં મહત્‍વપૂર્ણ પગલું ભરાવ્‍યું , મિસાઈલ મેન ઓફ ઇન્‍ડિયા તરીકે ઓળખ મેળવી

૧૯૮૦ ના દાયકામાં તેમણે ભારતના ઇન્‍ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઈલ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામનું નેતૃત્‍વ કર્યું , એટલુંજ નહી તેમના માર્ગદર્શન હેઠળ પૃથ્‍વી, અગ્નિ, આકાશ, ત્રિશૂલ અને નાગ જેવી સ્‍વદેશી મિસાઈલોના વિકાસમાં સફળતા મળી , હોવાનું કહેવાય છે, આ ઐતિહાસિક યોગદાનને કારણે તેઓ સમગ્ર વિશ્વ માં મિસાઈલ મેન ઓફ ઇન્‍ડિયા તરીકે જાણીતા બન્‍યા.

કલામ સાહેબ એમે ૧૯૯૮માં રાજસ્‍થાન ના પોખરણ ખાતે યોજાયેલા ઓપરેશન શક્‍તિ પરમાણુ પરીક્ષણમાં  મુખ્‍ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે અગત્‍યની ભૂમિકા ભજવી હતી , આ પરીક્ષણ બાદ ભારત વિશ્વ ના શક્‍તિશાળી પરમાણુ દેશોમાં સ્‍થાન પામ્‍યું.

આવા મહાન વૈજ્ઞાનિક ડો.અબ્‍દુલ કલામ સાહેબે ૨૫ મી જુલાઈ, ૨૦૦૨ના રોજ ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યો.

તેમનો કાર્યકાળ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી રહ્યો આ દરમ્‍યાન તેમણે દેશ હિત માટે કેટલાય અગત્‍ય નો નિર્ણયો લઈ પોતે ખરા અર્થે જ પબ્‍લિક ના પ્રેસિડન્‍ટ બન્‍યા.

ડો. એ. પી. જે. અબ્‍દુલ કલામે રાષ્ટ્રપતિ પદ ને માત્ર ઔપચારિક હોદ્દો ન રાખતા તેને સામાન્‍ય લોકો સાથે જોડ્‍યો , તેમણે દેશભરમાં પ્રવાસ કરીને લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાનો સાથે સીધો સંવાદ કર્યો યુવાનો ને મોટા સપના જોવા અને ભારત ને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરિત કર્યા,  આ કારણે તેઓ પીપલ્‍સ પ્રેસિડેન્‍ટ તરીકે લોકપ્રિય બન્‍યા. એટલું જ નહી કલામ સાહેબે દબાયા વિના ઓફિસ ઓફ પ્રોફિટ બિલ પુનર્વિચાર માટે પરત મોકલ્‍યું , વર્ષ ૨૦૦૬ માં સંસદે પસાર કરેલા ૅઓફિસ ઓફ પ્રોફિટ બિલ અંગે તેમણે બંધારણીય અધિકાર નો ઉપયોગ કરીને બિલને પુનર્વિચાર માટે સંસદ ને પરત મોકલ્‍યું , રાષ્ટ્રપતિ તરીકે આ નિર્ણય ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવ્‍યો, કારણ કે તેમણે બંધારણની ભાવનાને સર્વોચ્‍ચ સ્‍થાન આપ્‍યું. આગળ જઈને વિઝન ૨૦૨૦ દ્વારા વિકસિત ભારતનું સ્‍વપ્ન રજૂ કર્યું, રાષ્ટ્રપતિ તરીકે તેમણેIndia Vision ૨૦૨૦ને વ્‍યાપક રીતે પ્રોત્‍સાહન આપ્‍યું , વિજ્ઞાન, ટેક્રોલોજી, કૃષિ, શિક્ષણ, આરોગ્‍ય અને આત્‍મનિર્ભરતાના આધારે ભારતને વિકસિત દેશ બનાવવાનો માર્ગ દર્શાવ્‍યો. તેમના વિચારો દેશના વિકાસ માટે માર્ગદર્શક બન્‍યા.

 સાથે સાથે ડો.કલામ સાહેબે વિજ્ઞાન અને ટેકનોલોજી ને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડ્‍યા, ડો. કલામે પોતાના કાર્યકાળ દરમિયાન વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને ટેક્રોલોજીના ઉપયોગ પર ભાર મૂક્‍યો , તેમણે વિદ્યાર્થી ઓ અને સંશોધકો ને નવી શોધો કરવા પ્રોત્‍સાહિત કર્યા અને વિજ્ઞાનને દેશના સર્વાંગી વિકાસનું મુખ્‍ય સાધન ગણાવ્‍યું.

આ સિવાય પારદર્શિતા, નૈતિકતા અને બંધારણીય મૂલ્‍યોનું પાલન કર્યું ડો. કલામે સમગ્ર કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણય માં બંધારણીય મૂલ્‍યો, પારદર્શિતા અને નૈતિકતાને પ્રાધાન્‍ય આપ્‍યું , તેઓ રાજકીય વિવાદો થી દૂર રહ્યા અને દેશહિતને સર્વોપરી રાખ્‍યો ,  તેમની સાદગી, પ્રામાણિકતા અને નિષ્‍પક્ષ કાર્યશૈલી આજે પણ જાહેર જીવન માટે પ્રેરણારૂપ માનવામાં આવે છે.

ડો. એ. પી. જે. અબ્‍દુલ કલામનો રાષ્ટ્રપતિ તરીકે નો પાંચ વર્ષ નો કાર્યકાળ ભારતના ઇતિહાસ માં લોકકેન્‍દ્રિત, પ્રેરણાદાયી અને મૂલ્‍ય આધારિત નેતૃત્‍વ માટે યાદ કરવામાં આવે છે, તેઓએ  રાષ્ટ્રપતિ પદની ગરિમા વધારી અને દેશના કરોડો યુવાનોને નવા સપના જોવાની પ્રેરણા આપી.

યુવાનો માટે પ્રેરણાષોત રાષ્ટ્રપતિ પદ છોડ્‍યા બાદ પણ તેઓ સતત દેશભરમાં વિદ્યાર્થીઓને સંબોધતા રહ્યા , તેઓ માનતા હતા કે ભારતનું ભવિષ્‍ય યુવાનોના હાથમાં છે ,

તેમણે અનેક પ્રેરણાદાયી પુસ્‍તકો લખ્‍યાં, જેમાં Wings of Fir, Ignited Minds", "India 2020" અને Turning Pointનો સમાવેશ થાય છે.

ડો. કલામને તેમના અદ્વિતીય યોગદાન બદલ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્‍માન મળ્‍યા. પદ્મ ભૂષણ (૧૯૮૧) , પદ્મ વિભૂષણ (૧૯૯૦ ભારતનું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન ભારત રત્‍ન (૧૯૯૭)

આ ઉપરાંત દેશ-વિદેશ ની અનેક યુનિવર્સિટીઓ એ તેમને માનદ ડોક્‍ટરેટથી નવાજ્‍યા. ડો કલામ સાહેબે અંતિમ ક્ષણો પણ વિદ્યાર્થીઓ વચ્‍ચે જ વિતાવી ૨૭ જુલાઈ, ૨૦૧૫ના રોજ ડો. અબ્‍દુલ કલામ મેઘાલયના IIM શિલોંગ માં વિદ્યાર્થીઓ ને Creating a Livable Planet Earth વિષય પર વ્‍યાખ્‍યાન આપી રહ્યા હતા. વ્‍યાખ્‍યાન દરમિયાન જ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્‍યો , હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા પરંતુ ડોક્‍ટરો ની કોઈ કારી ના ફાવી અને તેમનું અવસાન થયું. તેઓ ૮૩ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ગયા.

ભારે હૈયે ૩૦ મી જુલાઈ, ૨૦૧૫ના રોજ તેમના વતન રામેશ્વરમ માં સંપૂર્ણ રાજકીય સન્‍માન સાથે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા,  લાખો લોકોએ પોતાના પ્રિય વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ને અંતિમ વિદાય આપી હતી ,

ડો. કલામ ના અમર વિચારો સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે જો તમે સૂર્યની જેમ ચમકવા માંગો છો, તો પહેલાં સૂર્યની જેમ બળવું પડશે શિક્ષક સમાજનો સૌથી શક્‍તિશાળી પરિવર્તનકારક છે. મહાન સપનાઓ જોનારા લોકો જ મહાન સફળતા પ્રાપ્ત કરે છે વારસો જે હંમેશા જીવંત રહેશે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ માત્ર વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ નહોતા, પરંતુ તેઓ એક વિચાર, એક પ્રેરણા અને એક જીવન મૂલ્‍ય હતા , સાદગી, દેશપ્રેમ, વિજ્ઞાન પ્રત્‍યેની નિષ્ઠા અને યુવાનોમાં વિશ્વાસઆ ચાર મૂલ્‍યો તેમના સમગ્ર જીવનમાં ઝળહળી ઊઠ્‍યા હતા.

આજે ડો કલામજીની પુણ્‍યતિથિએ સમગ્ર દેશ તેમને નમન કરે છે અને તેમના સપના નું વિકસિત, આત્‍મનિર્ભર અને જ્ઞાનસંપન્ન ભારત નિર્માણ કરવાનો સંકલ્‍પ દોહરાવે છે , ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામને તેમની પુણ્‍યતિથિએ શત શત નમન.

 

(11:08 AM IST)