તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ઝઘડાથી કંટાળીને પતિએ માથા પર TV મારીને પત્નીની હત્યા કરી
એનાથી સંતોષ ન થયો તો પાણીનું કન્ટેનર પણ પછાડ્યું

મુંબઇ તા.૨૫: કલ્યાણમાં પતિ-પત્નીનો ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાની ઘટના સામે આવી છે. પતિએ પત્નીના માથે ટીવી મારીને તેની હત્યા કરી હોવાની માહિતી કલ્યાણ તાલુકા પોલીસે આપી હતી. પત્નીના માથે TV માર્યાથી સંતોષ ન થયો તો આરોપી પતિ સતીષ વાઘેએ પત્ની સારિકાના માથે પાણીનું કન્ટેનર પણ માર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ બનાવ બાદ પોલીસે ૨૧ વર્ષના સતીષ વાઘે ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરી હતી. કેસની વિગતો મુજબ ૨૦ વર્ષની પત્ની સારિકા સાથે સતીષ વાઘે વારંવાર ઝઘડતો હતો. દરરોજ કોઈ ને કોઈ કારણસર બન્ને વચ્ચે થતા કંકાસના પરિણામે શનિવારે સતીષ વાઘેએ સારિકાની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સતીષ વાઘેને સારિકાના ચરિત્ર પર શંકા હતી અને એ કારણે તે વારંવાર તેની સાથે ઝઘડતો હતો. શનિવારે પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ ત્યાર બાદ પિત્તો ગુમાવતાં સતીષ વાઘેએ પત્નીના માથે ટીવી અને પછી પાણીનું કન્ટેનર મારીને તેની હત્યા કરી હતી. પોલીસે સતીષ વાઘેની ધરપકડ કરી સારિકાની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવીને આગળની કાર્યવાહી આરંભી હતી.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
