<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

લાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત 'TIME100 Next'ને ભારત રજૂ કરશે

પ્રથમ 'TIME100 Next India' ડિસેમ્બર ૨૦૨૬માં એક એડિટોરિયલ લિસ્ટ સાથે ભવ્ય સમારંભમાં વિવિધ ક્ષેત્રોના ૧૦૦ ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપઃ રિલાયન્સ સાથેની ભાગીદારીમાં ટાઇમ તેના ‘TIME100 Next’ ફ્રેન્ચાઇઝીની નવી આવૃત્તિ ‘TIME100 Next India’ લોન્ચ કરશે. આ પહેલ ભવિષ્યને આકાર આપી રહેલા કાર્યો કરતા અને વિઝન ધરાવતા ભારતીય લીડર્સની આગામી પેઢીને સન્માનિત કરશે. ગુરુવારે ન્યૂયોર્કમાં આયોજિત વાર્ષિક TIME100 સમારંભ દરમિયાન સ્ટેજ પરથી ટાઇમના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર જેસિકા સિબલી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

''રિલાયન્સમાં અમે પ્રતિભા, વિચારો અને નેતૃત્વની આગામી પેઢીને સશકત બનાવીને ભારતના ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ'', તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું. ''ભારતમાં પ્રથમ વખત મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે TIME100 NEXT India લાવવા માટે અમે TIME સાથે ભાગીદારી કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ. વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવું અને ભારતના શ્રેષ્ઠને વિશ્વ સમક્ષ રજૂ કરવું એ હંમેશા અમારું વિઝન રહ્યું છે.''

“TIME100 Next એવા નેતાઓને સન્માનિત કરવા માટેનું એક અત્યંત શકિતશાળી પ્લેટફોર્મ બની ગયું છે જેઓ આગામી દાયકાઓનું ઘડતર કરશે. ભારતમાં આનો વિસ્તાર કરવાથી અમને એક મહત્વપૂર્ણ વળાંક પર ઉભરતી પ્રતિભાઓની અસાધારણ પેઢીને ઉજાગર કરવાની અને તેમની કહાની વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક મળે છે'', તેમ TIMEના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને એકિઝક્યુટિવ એડિટર ડેન મેકસાઈએ જણાવ્યું હતું, જેઓ TIME૧૦૦ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરે છે.

(1:47 PM IST)