તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈઃ આ સાચા લગ્ન નહોતાં, પણ પ્રેન્ક હતો
ઉત્તર પ્રદેશના અમરોહામાં ત્રણ યુવતીઓએ એક જ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વાયરલ વીડિયો આખરે પ્રેન્ક નીકળ્યો : ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ હાજર થઈ યુવતીઓએ કબૂલ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે વીડિયો બનાવ્યો હતોઃ ત્યારબાદ લેખિત માફી પણ માગવામાં આવી

અમરોહા,તા.૩૦: ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધોરિયા ગામની ૩ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધાં એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યારે આ બાબતે પોલીસે ચારેયને ચોકી પર બોલાવીને પૂછપરછ કરી હતી ત્યારે ત્રણેય બહેનોએ કદી અલગ ન પડવું હોવાથી પોતાની મરજીથી આ લગ્ન કર્યાં હોવાનું કહ્યું હતું. જોકે આ ત્રણ બહેનોમાંથી સૌથી નાની છોકરી હજી પુખ્ત ન હોવાની વાતને કારણે ચોતરફ સવાલો ઊઠી રહ્યા હતા. આખરે આ મામલે ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)એ હસ્તક્ષેપ કર્યો. કડક ભાષામાં CWCએ નોટિસ મોકલીને ચારેયને હાજર રહેવાનું કહ્યું હતું અને જો કાનૂની રીતે કંઈ પણ ખોટું થયું હશે તો કડક સજા કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. આ નોટિસના જવાબમાં ત્રણેય છોકરીઓ સોમવારે ઘ્ષ્ઘ્ સમક્ષ હાજર થઈ હતી અને તેમણે કબૂલી લીધું હતું કે તેમણે લગ્ન નથી કર્યાં, માત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે આ પ્રેન્ક કર્યો હતો. CWCએ પણ બહેનો પાસે લેખિતમાં આ વાત કબૂલ કરાવીને માફી મગાવી હતી.
હકીકતમાં આ ત્રણ બહેનો પણ સગી નથી. મોટી બે બહેનો અલકા અને દેવિકા સાથે છેલ્લાં ૬ વર્ષથી તેમની માસીની દીકરી પણ સાથે રહે છે જે હજી પુખ્ત નથી. ત્રણેય જણ યુટ્યુબ પર કોમેડી અને મનોરંજક વિડિયો બનાવે છે. તેમની યુટ્યુબ ચેનલ પર ૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. હજી વધુ વાઇરલ થવા માટે તેમણે પોતાની ચેનલ માટે વિડિયો-શૂટિગનું કામ કરતા છોકરા સાથે લગ્ન કરી લીધાં હોય એવા વિડિયો શૂટ કર્યા હતા. તેમને હતું કે આ પ્રેન્કથી ઝડપથી ફોલોઅર્સ વધશે. જોકે ફોલોઅર્સની સાથે મુસીબત પણ વધતી જણાતાં તેમણે સાચું કબૂલી લીધું હતું.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
