<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં સમાજવાદી પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયાઃ રાકેશ પ્રતાપસિંહ, અભયસિંહ અને વિનોદ ચતુર્વેદીએ અમેઠીમાં સભ્યપદ સ્વીકાર્યું

લખનૌ, તા. ૧૫ઃ ઉત્તર પ્રદેશમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. રાકેશ પ્રતાપસિંહ, અભયસિંહ અને વિનોદ ચતુર્વેદીએ ૧૪ ઓક્ટોબરે અમેઠી જિલ્લાના ગૌરીગંજમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું.

 

રાકેશ પ્રતાપસિંહ અમેઠીની ગૌરીગંજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. અભયસિંહ અયોધ્યા જિલ્લાની ગોસાઇગંજ બેઠકના અને વિનોદ ચતુર્વેદી જાલૌન જિલ્લાની કાલપી બેઠકના ધારાસભ્ય છે. ગૌરીગંજમાં રાકેશ પ્રતાપસિંહના નિવાસસ્થાને પક્ષપ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો.

 

ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી અને રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્રણેયનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને પક્ષના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય ધારાસભ્યોએ પક્ષની ઔપચારિક સભ્યપદ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પક્ષમાંથી ચૂંટાયેલા આ ત્રણ પ્રતિનિધિઓનું ભાજપમાં જોડાવું રાજ્યના રાજકારણની મહત્વની ઘટના બની છે. 

(2:53 PM IST)