તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ભારતમાં નવા ત્રણ સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ : જાણો ફોનની કિંમત શું હશે અને પ્રી-ઓર્ડર પર કઈ ઓફર્સ મળશે?
ત્રણ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra અને Galaxy Z Flip 8 લોન્ચ

સેમસંગે ભારતમાં તેના ત્રણ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra અને Galaxy Z Flip 8 લોન્ચ કર્યા છે. આ ત્રણેય ફોલ્ડેબલ ફોન Armor હિંજ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આમાં ઉપયોગમાં લેવાતા હિંજ અગાઉના ફોલ્ડેબલ ડિવાઇસ કરતા વધુ મજબૂત છે. નવા લોન્ચ થયેલા ફોલ્ડેબલ ફોનમાં મુખ્ય સ્ક્રીન પર ક્રીઝના કોઈ નિશાન બતાવશે નહીં.જાણો ભારતમાં આ ત્રણ સેમસંગ ફોલ્ડેબલ ફોનની કિંમત શું હશે અને પ્રી-ઓર્ડર પર કઈ ઓફર્સ મળશે?
આ વર્ષે લોન્ચ થયેલા સેમસંગના ફ્લેગશિપ ફોલ્ડેબલ ફોન, ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 અલ્ટ્રાની કિંમત ભારતમાં 199,999 રુપિયાથી શરૂ થાય છે. આ ફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ 12GB RAM + 256GB, 12GB RAM + 512GB, અને 16GB RAM + 1TBમાં આવે છે. અન્ય બે વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹2,19,999 અને ₹2,59,999 છે.
- 12GB RAM + 256GB - 1,99,999 રુપિયા
- 12GB RAM + 512GB - 2,19,999 રુપિયા
- 16GB RAM + 1TB- 2,59,999 રુપિયા
-
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 ની શરૂઆત કિંમત 1,79,999 છે. આ પણ ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ 12GB RAM + 256GB, 12GB RAM + 512GB અને 16GB RAM + 1TB માં ખરીદી શકાય છે. તેના અન્ય બે વેરિઅન્ટની કિંમત અનુક્રમે
1,99,999 રુપિયા અને 2,39,999 રુપિયા છે. - 12GB RAM + 256GB - 1,79,999 રુપિયા
- 12GB RAM + 512GB - 1,99,999 રુપિયા
- 16GB RAM + 1TB - 2,39,999 રુપિયા
બંને મોડેલો પ્રી-ઓર્ડર કરવા પર 9000 હજાર રુપિયા નું બેંક ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ પેમેન્ટ સાથે ઉપલબ્ધ છે. વધુમાં 10 હજાર રુપિયા સુધીનું અપગ્રેડ બોનસ ઉપલબ્ધ થશે. કંપની આ બે ફોનના પ્રી-ઓર્ડર કરવા પર 9 મહિના સુધી શૂન્ય ડાઉન પેમેન્ટ EMI ઓફર કરી રહી છે. બંને ફોલ્ડેબલ ફોનનું વેચાણ 7 ઓગસ્ટથી શરૂ થશે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 8 બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. જેમાં 12GB RAM + 256GB અને 12GB RAM + 512GB છે. તેની શરૂઆતની કિંમત 1,24,999 રુપિયા છે. તેનું ટોપ વેરિઅન્ટ 1,44,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ફોનના પ્રી-ઓર્ડર પર 4,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે 5,000 રૂપિયાની અપગ્રેડ ઓફર પણ આપવામાં આવશે. કંપની 9 મહિના માટે શૂન્ય ડાઉન પેમેન્ટ EMI પણ આપી રહી છે. તેની સેલ પણ ભારતમાં 7 ઓગસ્ટે થશે.
- 12GB RAM + 256GB - 1,24,999 રુપિયા
- 12GB RAM + 512GB - 1,44,999 રુપિયા
બંને સેમસંગ ફોન Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ પર કામ કરે છે. બંને ફોનમાં મોટા Dynamic AMOLED 2X ડિસ્પ્લેથી લૈસ છે. કંપનીએ તેમાં Armor Flex Hinge અને Flex Titanium Body નો ઉપયોગ કર્યો છે. બંને ફોલ્ડેબલ ડિવાઇસ એન્ટી-રિફ્લેક્ટિવ ફીચર્સ વાળા ડિસ્પ્લે સાથે આવે છે. અલ્ટ્રા મોડલમાં 200MP પ્રાઇમરી કેમેરા મળશે. આ સાથે બે 50MP + 10MP કેમેરા પણ મળે છે. રેગ્યુલર મોડેલમાં 50MP ના બે કેમેરા આપવામાં આવ્યા છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપ 8 માં Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Exynos 2600 ચિપસેટ પર કામ કરે છે. કંપનીએ આર્મર એલ્યુમિનિયમ હિન્જનો ઉપયોગ કર્યો છે. ફોલ્ડેબલ ફોનમાં બેકમાં 50MP નો મુખ્ય અને પાછળ 12MP સેકન્ડરી કેમેરો મળે છે. સેમસંગના આ ત્રણેય લેટેસ્ટ ફોલ્ડેબલ ફોન Android 17 બેસ્ડ OneUI 9 સાથે આવે છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
