તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગરબા રમીને પરત ફરતી રાજકોટની MBBSની વિદ્યાર્થિની આસ્થા સહિત ત્રણ મિત્રોના મોત
દશેરાની વહેલી સવારે ગાંધીનગરના અડાલજ રોડ પર મહારાજા હોટેલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો : હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસ્થા રાઠોડ (રહે.પેન્ટાગોન, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રાજકોટ) નામની ૨૩ વર્ષીય યુવતીનું મોતઃ આસ્થા મૂળ રાજકોટની રહેવાસી હતી અને અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી


અમદાવાદ,તા.૧૦: દશેરાની વહેલી સવારે ગાંધીનગરના અડાલજ રોડ પર મહારાજા હોટેલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગરબા રમીને પરત ફરી રહેલા ચાર મિત્રો સવાર હોન્ડાઈ વરના કાર (GJ 01 KW 5647) પૂરપાટ ઝડપે જતી વખતે રોડના ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બે યુવક-યુવતીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય યુવક અને યુવતીને સારવાર માટે કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન યુવતીનું પણ મોત નીપજતાં અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ થયો છે. મૃતકમાં ધોળવિરસિંહ રાળા (ઉ.વ.૨૫) રહે સારથી બંગલો, સુરધારા સર્કલ અમદાવાદ તથા આસ્થા સંજયરાજ રાઠોડ (ઉ.વ.૨૩) રહેઠાણ, એ/૧૦૩, પેન્ટાગોન ટાવર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રાજકોટનો સમાવેશ થાય છે. ત્રીજી વ્યક્તિ સ્મિત હોવાનું કહેવાય છે જે હાલ સારવાર હેઠળ છે. જ્યારે વૈશ્વી શંશાંકભાઈ શેઠ (મૃતક) (ઉ.વ.૨૧) રહે બી/૦૧ શ્યામ એપાર્ટમેન્ટ બોડકદેવ અમદાવાદ હોવાનું જણાવાયું છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી અનુસાર, કારમાં બે યુવકો અને બે યુવતીઓ સહિત કુલ ચાર લોકો સવાર હતા. તેઓ ગાંધીનગરથી હાઇવે મારફતે અમદાવાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અડાલજ નજીક મહારાજા હોટલ પાસે કારચાલકે સ્ટિયરિગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી વૃક્ષ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે કારના આગળના ભાગના ફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા ચારેય યુવક-યુવતીને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અકસ્માતને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી વાહનવ્યવાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાર પૈકી બેના ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય યુવક અને યુવતીને તાત્કાલિક કે.ડી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આસ્થા નામની ૨૫ વર્ષીય યુવતીનું મોત થયું હતું. આસ્થા મૂળ રાજકોટની રહેવાસી હતી અને અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને પ્ગ્ગ્લ્ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય બે લોકોની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
