તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ઈઝરાયેલમાં ફરી ૭ ઓક્ટોબર જેવા ભયાનક હુમલાનો તોળાઈ રહેલો ખતરો
ગુપ્તચર એજન્સી 'શિન બેટ' ના વડા ઝિનીએ "ઈલાત" શહેર પર સમુદ્ર કે જોર્ડન માર્ગેથી મોટા આતંકી હુમલાની ચેતવણી આપી

તહેરાન: 'ઈઝરાયેલ ન્યૂઝ પલ્સ' અને 'હારેત્ઝ' ના સત્તાવાર અહેવાલો અનુસાર, ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી 'શિન બેટ' ના વડા ઝિનીએ દેશમાં ફરી એકવાર ૭ ઓક્ટોબર જેવો જ ગોઝારો હુમલો થવાની ચેતવણી આપી છે.
આ વખતે આતંકવાદીઓનું મુખ્ય નિશાન દક્ષિણનું શહેર 'ઈલાત' બની શકે છે.
ઝિનીના જણાવ્યા અનુસાર, ઈલાત શહેર એકાંતમાં આવેલું હોવાથી ત્યાં જોર્ડન સરહદ અથવા સમુદ્ર માર્ગેથી આતંકી ઘૂસણખોરી થવાની પૂરી સંભાવના રહેલી છે.
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એકમોને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા આદેશ જારી કરાયો છે.
જોકે, કેટલાક સંરક્ષણ અધિકારીઓ આ ચેતવણી અને તેના નક્કર પુરાવાઓ અંગે હજુ શંકા ધરાવે છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
