તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
અમેરિકાના જે-વન વિઝા નિયમો વધુ કડક બનતા હજારો ભારતીય સંશોધકો અને વ્યાવસાયિકો પર સંકટના વાદળો
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એક્સચેન્જ વિઝિટર વિઝા માટે નવા નિયમો પ્રસ્તાવિત થતાં ભારતીય વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રના પ્રોફેશનલ્સ ચિંતિત

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા હાલમાં જ પ્રસ્તાવિત કરવામાં આવેલા કડક નિયમોના કારણે જે-વન (J-1) એક્સચેન્જ વિઝિટર વિઝા પર યુએસ જઈ રહેલા હજારો ભારતીય સંશોધકો, ડોકટરો, પ્રોફેસરો અને તાલીમાર્થીઓ સમક્ષ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેનાથી શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો પર વ્યાપક અસર પડવાની પૂરી શક્યતા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા આગળ ધપાવવામાં આવેલી આ દરખાસ્ત વિનિમય મુલાકાતીઓ પોતાની સ્થિતિ કેવી રીતે જાળવી રાખે છે તેમાં નોંધપાત્ર ફેરફાર કરે છે. અગાઉ દાયકાઓ જૂની 'સ્ટેટસની અવધિ' વિઝા સિસ્ટમને સમાપ્ત કરીને ચાર વર્ષ સુધીના નિશ્ચિત પ્રવેશ સમયગાળા સાથે બદલવામાં આવી હતી, અને હવે નવા નિયમો હેઠળ વિઝા ધારકો માટે પાલન અને દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪ માં ભારતીય નાગરિકોને ૧૨,૦૦૦ થી વધુ જે-વન વિઝા જારી કરવામાં આવ્યા હતા, જેનો વ્યાપક ઉપયોગ પોસ્ટડોક્ટરલ સંશોધકો, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટી પ્રોફેસરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા થાય છે. આ પ્રસ્તાવિત નિયમ 'વિનિમય મુલાકાતી દરજ્જો જાળવવામાં નિષ્ફળતા' ની વ્યાપક વ્યાખ્યા રજૂ કરે છે અને પ્રોગ્રામમાં ભાગીદારી સમાપ્ત કરવાના આધારોને વધુ વિસ્તૃત કરે છે.
આ દરખાસ્ત હાલમાં ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થઈ છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં સાઠ દિવસ સુધી જાહેર ટિપ્પણી માટે ખુલ્લી રાખવામાં આવી છે. આ ગંભીર નીતિગત ફેરફારથી અમેરિકામાં શૈક્ષણિક કારકિર્દી ઘડવા ઈચ્છતા ભારતીય વિધ્વાનો અને વ્યાવસાયિકો માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
