તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 2nd May 2026
GST સ્ક્રુટીની અને ઓડીટ દરમિયાન આઈટીસી ૦૪ નહીં ભરનાર દંડાયા
જોબવર્ક કરાવનારાઓ માટે ITC-4 ફરજીયાત છતાં નિયમોનો ઉલાળીયો : GST લાગુ થયા બાદ ITC-4 ભરવાના બદલે દંડ ભરનારાઓની સંખ્યા વધુ

મુંબઈ,તા.૨: જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં મોટાભાગના વેપારીઓ આઈટીસી ૦૪ ભરતા નહીં હોવાના કારણે ૫૦ હજારનો દંડ ભરવો પડતો હોય છે. હાલમાં જીએસટી ટીની અને ઓડીટની કામગીરી દરમિયાન પણ જીએસટીના અધિકારીઓ સૌથી પહેલા વેપારીએ જોબવર્ક કરાવ્યું છે કે નહીં તેની તપાસ કરતા હોય છે. તેમાં આઇટીસી ૦૪ ભરવામાં આવ્યું નહીં હોય તેવા કિસ્સામાં ૫૦ હજારનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.
જોબવર્ક કરાવનાર વેપારીએ આઈટીસી ૦૪ ભરવું પડતું હોય છે. આરીટર્ન ભરવાથી સરકારને આવકનો ફાયદો કે નુકસાન થતું નથી. પરંતુ એક કાપડ પર કેટલી વખત જોબવર્ક થયું તેની જાણકારી મળી રહેતી હોય છે. ભુતકાળમાં આઇટીસી ૦૪ ભરવા અંગે ભારે વિરોધ થયા બાદ વર્ષે ૨૦૧૯ સુધી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યાર બાદ હાલમાં જીએસટી ઓડીટ અને સ્કુટીનીમાં સૌથી પહેલા જોબવર્ક માટેના આઇટીસી ૦૪ પર જ ધ્યાન
કેન્દ્રીત કરીને વેપારીઓને પરેશાન કરવામાં આવે છે. સાથે સાથે વેપારીઓ પાસેથી વધુમાં વધુ ૫૦ હજારનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. નિયમ પ્રમાણે આઈટીસી ૦૪ નહીં ભરનાર પાસે વધુમાં વધુ ૫૦ હજાર સુધીનો દંડ વસૂલ કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે. આ કારણોસર વેપારી ૫૦ હજારથી ઓછો દંડ ફટકારવાના બદલે સીધો ૫૦ હજારનો જ દંડ કરી દેતા હોવાના કારણે વેપારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.
અટપટા નિયમોને કારણે ફોર્મ ભરવામાં વેપારીઓને પારાવાર મુશ્કેલી
વેપારીઓ આઇટીસી ૦૪ ભરવા માટે તૈયાર છે. પરંતુ તેમાં માંગવામાં આવતી વિગતો આપવી એટલે વેપારીઓ વેપાર કરવાના બદલે રોજ એક કલાક આવી વિગતો આપવામાં જ વ્યસ્ત રહેવું પડે તેમ છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિએ એક હજાર મીટરનો કાપડનો તાકો જોબવર્ક માટે આપ્યો હોય તો તેને ચલણ બનાવું પડે. જોબવર્ક કરનાર દ્વારા તાકામાંથી ૪૦૦ મીટરનું કામ કરીને પરત મોકલે એટલે તેનું ચલણ બનાવવું પડે. ત્યાર બાદ બીજુ ૫૦૦ મીટર કાપડ આવે તો તેનું ચલણ બનાવવું પડે છેલ્લે જ્યારે ૧૦૦ મોટર કાપડ આવે એટલે તેનું પણ ચલણ બનાવવું પડે. આ પળોજણને કારણે વેપારીઓ આઇટીસી ૦૪ ભરતા નથી.
દંડની રકમ ફરજીયાત રોકડમાં ભરવાનો નિયમ
પાંચ કરેડથી ઓછું ટર્ન ઓવર ધરાવનારે એક જ વખત આઇટીસી ૦૪ ભરવાનું હોય છે. જ્યારે પાય કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનારે વર્ષમાં બે વખત રીટર્ન ભરવાનું હોય છે. જ્યારે રીટર્ન ભરવામાં નહીં આવે તેવા સંજોગોમાં જે ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવે છે. તે દંડ વેપારીની ક્રેડિટ જમા હોય તેમાંથી ભરી શકાતી નથી. આ માટે વેપારીએ રોકડમાં રકમ બેંકમાં ચલણ મારફતે ભરવાની હોય છે. આ કારણોસર વેપારીને દંડ ભરવા માટે બે કલાક બગાડવા પડતા હોય છે. સાથે સાથે વધારાનું આર્થિક ભારણ પણ વેઠવાની નોબત આવતી હોય છે. તેના લીધે સૌથી કફોડી હાલત નાના વેપારીઓને થતી હોય છે. તેઓ માંડ મહિને જે રકમ કમાય તે દંડ ભરવામાં જતી રહેતી હોવાની કરચવાટ જોવા મળી રહ્યો છે
આઇટીસી ૦૪ ભરવા અંગે ફેરવિચારણા કરવી જોઇએ
આવકમાં ફાયદો કે નુકસાન થતુ નહીં હોવા છતાં વેપારીઓને આઇટીસી ૦૪ ભરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. જોકે તેના માટે ફેરવિચારણા જરૂરી છે. કારણ કે વેપારીઓ વેપાર કરે કે પછી આ બધી વિગતો ભરવા માટે સમય કાઢે જેથી વર્ષોથી આઇટીસી ૦૪ રદ કરવાની માંગ સ્વીકારાઇ તો વેપારીઓને મોટી રાહત થાય તેમ છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
