News of Saturday, 26th September 2026
રીલ બનાવી આ મહિલા દરરોજ બધાને દાગીના બતાવતી : ચોરને આ વાત ગમી ગઈઃ હવે ઘરમાંથી ૯૪ તોલા સોનું ચોરી ગયા
ચોરી થયેલા સામાનની કુલ કિંમત લગભગ ૧ કરોડ

ચેન્નાઈ/નાગરિકોઈલઃ તા.૨૬: સોશિયલ મીડિયા પર પોતાના ડેઈલી અપડેટ અને વીડિયોને લઈ ચર્ચામાં રહેતી યૂટ્યૂબર મધુમિતાના ઘરમાં મોટી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. કન્યાકુમારી જિલ્લાના નાગરકોઈલ નજીક તમ્મત્તુકોણમ વિસ્તારમાં આવેલા વીઆઈપી ગાર્ડન વિસ્તારમાં મધુમિતા પોતાના પતિ વિનોદકુમાર અને બાળકો સાથે રહે છે. તેમના ઘરમાંથી લગભગ ૯૪ તોલાના દાગીના અને રોકડ રકમ ચોરી થઈ હોવાની વાત સામે આવી રહી છે. ચોરી થયેલા સામાનની કૂલ કિમત લગભગ ૧ કરોડથી પણ વધારે હોવાનું કહેવાય છે.
જાણકારી અનુસાર, ઘટનાના દિવસે મધુમિતા શોપિગ કરવા માટે ઘરથી બહાર ગઈ હતી. રાતના સમયે જ્યારે તે ઘરે પરત ફરી તો તેને જોયું કે ઘરનો પાછળનો દરવાજો તૂટેલો છે. ત્યાર બાદ તેણે ઘરની અંદર જઈને તપાસ કરી. મધુમિતાએ જ્યારે એક ગુપ્ત રુમને ચેક કર્યો તો ત્યાં રાખેલા લગભગ ૧૧૮ સાવરન (૯૪.૪ તોલા) સોનાના દાગીના અને રોકડા રુપિયા ગાયબ હતા. આ ઘટના બાદ તેણે રાજાક્કમંગલમ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી. જિલ્લા પોલીસ અધીક્ષક અંસૂર નાગરના નિર્દેશ પર આરોપીઓને પકડવા માટે એક વિશેષ ટીમ બનાવી છે. ફોરેન્સિક નિષ્ણાત અને ફિગરપ્રિન્ટ એક્સપર્ટ્સને પણ ઘટનાસ્થળે બોલાવ્યા છે. ઘટનાસ્થળ પરથી મળેલા ફિગરપ્રિન્ટ અને અન્ય પુરાવા એકઠા કરી તપાસ આગળ વધારી છે. પોલીસ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ખંગાળવાની સાથે મોબાઈલ ટાવરમાંથી મળેલા રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.
મધુમિતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની રોજિદી જિદગી સાથે જોડાયેલા વીડિયો અને રીલ્સ પોસ્ટ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના વીડિયોમાં મોટા ભાગે પોતાના દાગીનાનો ઉલ્લેખ કરતી હતી. તેણે એક વીડિયોમાં બતાવ્યું હતું કે, તે દર મહિને કોઈને કોઈ સોનાના દાગીના ખરીદે છે. તેણે પોતાની પાસે રહેલા સોનાની ચેન અને મંગળસૂત્ર વિશે પણ પોતાના ફોલોઅર્સને વાત કરતી હતી. મધુમિતાએ એક વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે તેની પાસે કેટલાય સોનાના મંગળસૂત્ર છે અને અમુક ભારે દાગીના ખાલી સમારંભ દરમ્યાન જ પહેરે છે.
ચોરીના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાય યુઝર્સે મધુમિતાના સતત વીડિયો પોસ્ટ કરવાને લઈ સવાલો ઉઠાવ્યા છે. અમુક યુઝર્સનું કહેવું છે કે તે પોતાના ઘર, રુમ અને પોતાના રોજિદા કામ સાથે જોડાયેલી જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. જો કે ચોરી પાછળ હકીકતમાં કોણ છે અને ચોરને તેમના ઘર વિશે કેટલી જાણકારી હતી, આ પોલીસ તપાસ પૂરી થયા બાદ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ સીસીટીવી, ફુટેજ, ફિગરપ્રિન્ટ ટાવર ડેટા સહિત ઉપલબ્ધ પુરાવાના આધાર પર મામલાની તપાસ કરી રહી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
