News of Monday, 6th July 2026
આ મહિલાએ તો ભારે કરી... દુબઈથી ૪ કિલો સોનું એવી જગ્યાએ છુપાવીને લાવી કે તપાસ કરતાં અધિકારીઓ પણ ચોંકી ગયા
મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો ભાંડો ફૂટ્યો : અંદાજે રૂા.૬ કરોડના સોનાની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા મહિલાની ધરપકડ કર

મુંબઈ તા.૬: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝય્ત્એ સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીઓએ દુબઈથી આવેલી એક મહિલાની પેન્ટની અંદર છુપાવવામાં આવેલા ૪ કિલો વિદેશી માર્કિગવાળા ગોલ્ડ બાર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા સોનાની કિમત અંદાજે ?૬ કરોડ હોવાનું જણાવાયું છે. મહિલાની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એરપોર્ટ પર પહેલેથી જ સતર્ક બેઠેલી ઝય્ત્ની ટીમે મહિલાનો આખો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. તપાસ દરમિયાન મહિલાની પેન્ટની અંદરથી એક-બે નહીં, પરંતુ ૪ કિલો સોનું મળી આવ્યું હતું. તેની કિમત અંદાજે રૂા. ૬ કરોડ હોવાનું જણાવાયું છે. હાલ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે માત્ર કેરિયર હતી કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ઝય્ત્ને માહિતી મળી હતી કે દુબઈથી આવતી એક મહિલા મુસાફર સોનાની દાણચોરી કરી શકે છે. આ માહિતીના આધારે શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારી દેવામાં આવી હતી. મહિલા દુબઈથી પહોંચતા જ ઝય્ત્ના અધિકારીઓએ તેને રોકી લીધી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તેની અને તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાની પેન્ટની અંદર ખૂબ જ ચતુરાઈથી છુપાવવામાં આવેલા વિદેશી માર્કિગવાળા ૪ ગોલ્ડ બાર મળી આવ્યા હતા. તેનું કુલ વજન લગભગ ૪ કિલોગ્રામ હતું.
DRi જણાવ્યા મુજબ, ભારતીય બજારમાં આ ગોલ્ડ બારની કિમત અંદાજે રૂા.૬ કરોડ છે. સોનું જપ્ત કર્યા બાદ મહિલાની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સીઓ સામે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા પોતે સમગ્ર રેકેટનો ભાગ હતી કે પછી તે માત્ર કોઈ અન્ય વ્યક્તિ માટે સોનું લઈને આવી હતી. ઝય્ત્ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સોનું દુબઈથી કોણે મોકલ્યું હતું, ભારતમાં કોની પાસે પહોંચાડવાનું હતું અને તેની પાછળ કયું નેટવર્ક કામ કરી રહ્યું છે.
અધિકારીઓને શંકા છે કે પૂછપરછ દરમિયાન આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એરપોર્ટ પર સોનાની દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ક્યારેક સોનું જૂતાંમાં છુપાવીને લાવવામાં આવે છે, તો ક્યારેક ઇલેક્ટ્રોનિક સામાનમાં અથવા કપડાંની અંદર છુપાવવામાં આવે છે. આ વખતે દાણચોરોએ ગોલ્ડ બાર મહિલાની પેન્ટની અંદર છુપાવીને કસ્ટમ્સ તપાસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મહિલાની પૂછપરછ ચાલુ છે. DRI એ પણ તપાસ કરી રહી છે કે શું તે અગાઉ પણ આવી રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે કે પછી આ તેનો પ્રથમ પ્રયાસ હતો.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
