તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
આને કહેવાય સાચો પ્રેમઃ ૭ વર્ષ સુધી કોમમાં રહી પ્રેમિકાઃ યુવક તેની રાહ જોતો રહ્યોઃ ભાનમાં આવતા જ માંગમાં સિંદૂર ભર્યું
વાયરલ વીડિયો લોકોને ખૂબ ભાવુક કરી રહ્યો છે અને સાચા પ્રેમનો દાવો ઠોકી રહ્યો છે

નવી દિલ્હી તા.૩૦: પ્રેમમાં એકસાથે જીવવા-મરવાની કસમો ખાતા, પોતાના પ્રેમને મેળવવા માટે કાયનાત સામે છેલ્લી ઘડી સુધી રાહ જોતા પ્રેમીઓની કહાનીઓ તો તમે ઘણી સાંભળી હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવી જ કહાની જોવા મળી છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક યુવકે પોતાની પ્રેમિકાના કોમામાં રહેવા દરમિયાન સાત વર્ષ સુધી તેની રાહ જોઈ.
વાયરલ વીડિયો લોકોને ખૂબ ભાવુક કરી રહ્યો છે અને સાચા પ્રેમનો દાવો ઠોકી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી જ્યારે સાત વર્ષ બાદ ભાનમાં આવી તો યુવકે તેની માંગ ભરી. આ કહાનીને જોઈ કેટલાય લોકો તેને સાચા પ્રેમની મિસાલ ગણાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં છોકરી હોસ્પિટલના બેડ પર સૂતેલી દેખાઈ રહી છે. તેના માથા પર લાલ રંગની ચુંદડી રાખેલી છે. ત્યારે તેનો પ્રેમી તેની પાસે આવીને તેની માગ ભરતો દેખાયો. દાવો થઈ રહ્યો છે કે છોકરી સાત વર્ષ સુધી કોમામાં હતી અને આ દરમિયાન તેનો પ્રેમી તેની રાહ જોતો રહ્યો. છોકરી ભાનમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. આ વીડિયોમાં છોકરીની આંખમાં આંસૂ દેખાઈ રહ્યા છે, જે કદાચ છોકરા દ્વારા આટલી લાંબી રાહ જોવા અને તેની વફાદારીનો આભાર વ્યક્ત કરી રહી હતી.
આજના સમયમાં જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને સાથ નિભાવવાને લઈ હંમેશા વાતો થઈ રહી છે, ત્યારે આવી કહાની લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં છોકરીની માંગ ભરવાની ક્ષણ જોયા બાદ લોકો તેને પ્રેમ અને ઇંતઝાર સાથે જોડીને જોઈ રહ્યા છે. કેટલાય લોકો માટે આ વીડિયોનો સૌથી ભાવુક ભાગ એ છે કે કહાની અનુસાર, યુવકે મુશ્કેલ સમયમાં પણ પોતાની પ્રેમિકાનો સાથ નથી છોડ્યો. આ જ કારણ છે કે વીડિયોને લોકો પોતાના દોસ્તો અને નજીકના લોકો સાથે શેર કરી રહ્યા છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
