<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

આને કહેવાય કુદરતનો કરિશ્મા કે જોખમ? શૌચ કરતી વખતે વધુ પડતું બળ લગાવતા મહિલાની 10 વર્ષની યાદશક્તિ ભૂંસાઈ ગઈ!

હોંગકોંગની વિચિત્ર મેડિકલ ઘટનાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ: ડોક્ટરોએ જણાવ્યું ‘ક્ષણિક ગ્લોબલ એમ્નેશિયા’નું જોખમ, યુઝર્સે કહ્યું- "ભૂતકાળને ભૂલી જવાનો આ તો શોર્ટકટ છે"

હોંગકોંગ : દુનિયામાં અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે સાંભળીને ડોક્ટરો પણ ચકિત થઈ જાય છે. આવી જ એક સનસનાટીભર્યા ઘટના હોંગકોંગમાં સામે આવી છે, જ્યાં એક મહિલાને કબજિયાતને કારણે શૌચાલયમાં વધુ પડતું બળ લગાવવું એટલું ભારે પડ્યું કે તેણે પોતાના જીવનનો આખો એક દાયકો એટલે કે 10 વર્ષની યાદો ગુમાવી દીધી! સોશિયલ મીડિયા પર આ વાર્તા વાયરલ થતા જ લોકો રમુજી અને હેરાન કરી દેતી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
શું છે આખી ઘટના?
અહેવાલો અનુસાર, આ મહિલા છેલ્લા બે અઠવાડિયાથી ગંભીર કબજિયાતથી પીડાતી હતી. શૌચાલયનો ઉપયોગ કરતી વખતે અસહ્ય પીડાને કારણે તેણે ઘણું શારીરિક બળ લગાવ્યું, જેના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, ત્યારે ખબર પડી કે તે છેલ્લા 10 વર્ષમાં તેના જીવનમાં શું બન્યું તે બધું જ ભૂલી ગઈ છે. ડોક્ટરોના મતે, આ સ્થિતિને 'ટ્રાન્ઝિયન્ટ ગ્લોબલ એમ્નેશિયા' (Transient Global Amnesia) કહેવામાં આવે છે. વધુ પડતી મહેનત કે તાણને કારણે મગજમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ ખોરવાઈ જવાથી આવું બની શકે છે.
યાદશક્તિ પાછી આવી પણ એ ઘટના ભૂલાઈ ગઈ
સદનસીબે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહિલાની લાંબા ગાળાની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવી હતી. જોકે, નવાઈની વાત એ છે કે તેને આ આખી ઘટના—એટલે કે તે કઈ રીતે બેભાન થઈ અને હોસ્પિટલ પહોંચી—તેના વિશે કંઈ જ યાદ નથી. વર્ષ 2019 માં બનેલી આ ઘટના અત્યારે ફરીથી ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે, જે સાબિત કરે છે કે નાની લાગતી સ્વાસ્થ્ય સમસ્યા પણ ક્યારેક ગંભીર વળાંક લઈ શકે છે.
સોશિયલ મીડિયા પર રમુજની છોળો ઉડી
આ સમાચાર વાયરલ થતા જ યુઝર્સે આમાં રમૂજ શોધવાનું શરૂ કર્યું છે. એક યુઝરે મજાક કરતા લખ્યું, "જો આનાથી 10 વર્ષની યાદો જતી રહેતી હોય, તો મારે પણ ટ્રાય કરવો જોઈએ, કારણ કે હું એક દાયકા પહેલા વધુ ખુશ હતો!" જ્યારે બીજા એક યુઝરે કટાક્ષમાં કહ્યું કે, "પોતાના એક્સ-પાર્ટનર (ભૂતપૂર્વ પ્રેમી/પ્રેમિકા) ને ભૂલી જવાનો આનાથી સસ્તો અને સારો રસ્તો બીજો કયો હોઈ શકે?" કેટલાક યુઝર્સે તો એમ પણ લખ્યું કે, મહિલાએ ખરેખર તેના મગજ પરથી બધો બોજ ઉતારી દીધો!
જો કે, રમૂજની વચ્ચે ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે કે પેટની સમસ્યાઓને હળવાશથી ન લેવી જોઈએ અને કુદરતી હાજત વખતે ક્યારેય શરીર પર અસહ્ય દબાણ ન કરવું જોઈએ, કારણ કે તેની સીધી અસર મગજ પર થઈ શકે છે.

(11:30 PM IST)