તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' વ્હાઇટ હાઉસ ડિનરમાં ટ્રમ્પ પર ફાયરિંગ
ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં જીત મેળવવી એ મારું લક્ષ્ય છે અને આ ઘટના તેમાં કોઈ અવરોધ બનશે નહીં."

વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન અચાનક થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ તેમણે પ્રથમ વખત નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે આવી કાયરતાપૂર્ણ ઘટનાઓ તેમને તેમના લક્ષ્યથી વિચલિત કરી શકશે નહીં. તેમણે ખાસ કરીને ઈરાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે."
### સિક્રેટ સર્વિસની બહાદુરીથી ટળ્યું જોખમ
ટ્રમ્પે સુરક્ષા એજન્સીઓના વખાણ કરતા જણાવ્યું હતું કે ફાયરિંગ શરૂ થતાં જ સિક્રેટ સર્વિસે અત્યંત ત્વરિત અને બહાદુરીભરી કાર્યવાહી કરી હતી. તેમના પ્રોટોકોલ હેઠળ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના વિશે માહિતી આપતા ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, એક સુરક્ષા અધિકારીને નજીકથી શક્તિશાળી ગનથી ગોળી મારવામાં આવી હતી, પરંતુ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું હોવાથી તેમનો જીવ બચી ગયો છે. પકડાયેલો હુમલાખોર કેલિફોર્નિયાનો રહેવાસી છે અને તે માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
### ઈરાનને લઈને ટ્રમ્પનું આક્રમક વલણ
ઘટના બાદ ટ્રમ્પે ઈરાન સામેના તેમના મિશન પ્રત્યે અડગતા દર્શાવી હતી. તેમણે કહ્યું, "આ પ્રકારના હુમલા મને મારા રસ્તા પરથી રોકી શકતા નથી. ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં જીત મેળવવી એ મારું લક્ષ્ય છે અને આ ઘટના તેમાં કોઈ અવરોધ બનશે નહીં."
### 'નર્ડ પ્રોમ'માં વિઘ્ન: હવે 30 દિવસ બાદ ફરી યોજાશે કાર્યક્રમ
વોશિંગ્ટન હિલ્ટન હોટલના બોલરૂમમાં યોજાયેલા આ ઐતિહાસિક ડિનર પ્રોગ્રામમાં અંદાજે 2,600 મહેમાનો, પત્રકારો, હોલીવુડ સ્ટાર્સ અને રાજકારણીઓ હાજર હતા. વર્ષો બાદ ટ્રમ્પ આ કાર્યક્રમમાં સામેલ થયા હોવાથી તે વધુ મહત્વનું બની ગયું હતું. મંચ પર ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ હાજર હતા. ફાયરિંગની ઘટના બનતાની સાથે જ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડિનર અધવચ્ચે અટકાવવું પડ્યું હતું, જે હવે આગામી 30 દિવસમાં ફરીથી આયોજિત કરવામાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના સમર્થકોને જાણ કરી છે કે તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
