<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

લક્‍ઝરી કાર કરતાંય મૂલ્‍યવાન છે બાદલ અને ચેતક નામના આ ઘોડા

નવી દિલ્‍હી તા.૭: ઉત્તર ભારતના પ્રસિદ્ધ બટેશ્વર પશુમેળામાં આ વર્ષે ત્રણથી ૪ કરોડની કિમતના બાદલ અને ચેતક નામના ઘોડા મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બનવાના છે. આમ તો હજી પાંચ દિવસ પછી સત્તાવાર રીતે મેળો શરૂ થવાનો છે, પરંતુ દેશભરમાંથી ઘોડાના વેપારીઓ તેમના કીમતી ઘોડા લઈને પહોંચ્‍યા છે. આ વખતે ત્રણથી ૪ કરોડની કિમતના બાદલ અને ચેતક નામના ઘોડા ચર્ચામાં છે. અલીગઢના ભારદ્વાજ સ્‍ટડ ફાર્મના માલિક આ ઘોડા લઈને પહોંચ્‍યા છે. ૩૬ મહિનાનો સફેદ રંગનો બાદલ ગુલઝાર પ્રજાતિનો છે જેની કિમત ૩ કરોડ અંકાઈ રહી છે, જ્‍યારે ૩૦ મહિનાનો ચેતક મારવાડી પ્રજાતિનો છે અને સાડા ત્રણથી ૪ કરોડ રૂપિયાનો છે.

(10:07 AM IST)