તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
આ દિવાળીએ તારા પિયરમાંથી ૧૦ તોલા સોનું લઈ આવઃ સાસરિયાના ત્રાસથી કંટાળેલી વહુએ જીવન ટૂંકાવ્યું
પુણેના મુકુંદ નગર વિસ્તારના એક ફલેટમાં ૩૪ વર્ષીય પાયલ જાંબરે પાટિલની લાશ ફંદા સાથે લટકતી જોવા મળી

પુણે,તા.૪: મહારાષ્ટ્રના પુણેના મુકુંદ નગર વિસ્તારના એક ફલેટમાં ૩૪ વર્ષીય પાયલ જાંબરે પાટિલની લાશ ફંદા સાથે લટકતી જોવા મળી. આ સનસનીખેજ ઘટના બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો. પાયલ પહેલા એક આઈટી કંપનીમાં જોબ કરતી હતી, પણ બાદમાં તેણે નોકરી છોડી દીધી. પોલીસે આ મામલામાં તરત એક્શન લેતા મૃતકના પતિ અક્ષય જાંબરે પાટિલની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલી રહી છે. પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર રવિવારે પાયલને કોઈ વાતને લઈ પોતાની સાસુ સાથે ઝઘડો થઈ ગયો, જે બાદ તે ઘરમાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ સોમવાર સવારે જ્યારે પિયર અને સાસરિયાવાળા તેને શોધી રહ્યા હતા, ત્યારે તે મુકુંદનગરના એક એપાર્ટમેન્ટના ફલેટમાં મૃત જોવા મળી હતી. જો કે ઘટનાસ્થળેથી પોલીસને કોઈ નોટ મળી નથી. જેનાથી આખા મામલામાં ઘણા રહસ્યો ઘુંટાઈ રહ્યા છે. પોલીસ દરેક એંગલથી આ કેસમાં તપાસ કરી રહી છે.
આ મામલો ખાલી પોતાનો જીવ આપવા સુધીનો નથી, પણ દહેજ પ્રતાડનાનો લાગી રહ્યો છે. પાયલના કાકાએ સાસરિયાવાળા પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે લગ્ન બાદથી સાસરિયા દ્વારા પાયલને સતત ટોર્ચર કરવામાં આવતા હતા. દરેક દિવાળી પર પિયરવાળા પાસેથી ૧૦ તોલા સોનાની ડિમાન્ડ કરતા હતા. આ વર્ષે ઘરમાં તંગી અને ખરાબ આર્થિક સ્થિતિના કારણે પરિવાર સોનાની માગ પૂરી કરી શક્યો નહીં અને તેમણે આ સોનું આવતા વર્ષે આપવાનો વાયદો કર્યો, પણ તે પહેલા આવો કાંડ થઈ ગયો.
પાયલના પરિવારની ફરિયાદના આધાર પર સ્વારગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. સ્વારગેટ પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે મૃતકાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો છે. મુખ્ય આરોપી પતિ અક્ષયને પોલીસે દબોચી લીધો છે. જ્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમ મેદાને ઉતારી દીધી છે. પોલીસનું કહેવું છે કે જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
