<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

આ ભાઈએ ઘરની છત પર જ નહીં: ટોઇલેટની ફલશ-ટેન્‍કમાં પણ છોડ વાવી દીધા છે

પ્‍લાન્‍ટેશનનો તેમને એવો ચસકો લાગ્‍યો છે કે તેઓ મોર્નિગ વોક માટે બહાર જાય ત્‍યારે યોગ્‍ય જગ્‍યાએ એક નવો છોડ વાવી દે છે

પટના તા.૨૫: ઘરની બહારના આંગણ કે અગાસીને ગાર્ડનમાં ફેરવી નાખનારા ઘણા ગાર્ડનપ્રેમીઓ હશે, પરંતુ બિહારના પટનામાં રહેતા નરેશ અગ્રવાલે પોતાના ઘરના બાથરૂમમાં પણ એવું પ્‍લાન્‍ટેશન કર્યું છે કે એની તસવીરો ચર્ચાનો વિષય બની ગઈ છે. નરેશે બાથરૂમમાં જ્‍યાં-જ્‍યાં ખાલી જગ્‍યા દેખાઈ ત્‍યાં પ્‍લાન્‍ટ્‍સ વાવી દીધા છે. બાથરૂમની સજાવટ માટે તેમણે સ્‍નેક-પ્‍લાન્‍ટ, સોન્‍ગ ઑફ ઇન્‍ડિયા, સ્‍પાઇર અને સિગોનિયમ જેવાં ડ્રોઇંગ રૂમમાં જોવા મળતા છોડ વાવ્‍યા છે. વાત એમ છે કે નરેશભાઈના ઘરની છત ઓલરેડી સેંકડો છોડથી ભરાઈ ચૂકી છે. એ પછી પણ તેમને ગ્રીનરી થોડીક ઓછી હોય એવું લાગતું હતું એટલે તેમણે ઘરમાં કૂડાં મૂક્‍યાં અને જ્‍યારે ઘરમાં પણ જગ્‍યા ખૂટી તો બાથરૂમને પણ બાકી ન રાખ્‍યું. બાથરૂમ અને ટોઇલેટ કોમન હોય એવા વોશરૂમ એરિયામાં તેમણે માટી અને સિરામિકનાં કૂંડાં મૂક્‍યાં છે, પરંતુ ફલશ ટેન્‍કના કાણામાંથી નીકળે એવો એક છોડ પણ તેમના બાથરૂમનો યુનિક પોઇન્‍ટ છે. એમાં તેમણે પાણીમાં ઊગે એવા બે છોડ વાવ્‍યા છે. દરેક વખતે ફલશ કરવામાં આવે ત્‍યારે એ છોડનું પાણી પણ ખાલી થઈને રિપ્‍લેસ થઈ જાય છે. બાથરૂમમાં છોડ રાખવાથી અહીંની હવા શુદ્ધ રહે છે. પ્‍લાન્‍ટેશનનો તેમને એવો ચસકો લાગ્‍યો છે કે તેઓ મોર્નિગ વોક માટે બહાર જાય ત્‍યારે યોગ્‍ય જગ્‍યાએ એક નવો છોડ વાવી દે છે

(10:01 AM IST)